શિવલિંગ ઉપર ચડાવવામાં આવેલું બિલિપત્ર ખાવાથી શું થાય? હજુ સુધીમાં આના વિષે કોઈને ખબર નથી, જાણો…

મિત્રો મહાદેવની પૂજા કરતી વખતે આપણે હંમેશા બીલીપત્ર શિવલિંગ ઉપર ચડાવીએ છીએ.

બીલીપત્રનું વૈજ્ઞાનિક નામ એગલ માર્મેલોસ છે. બીલીપત્રના પાનમાં એન્ટી ઓક્સિડન્ટ અને પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે.

આ ઉપરાંત તેમાં વિટામિન અને મિનરલ્સનો પણ ભંડાર ભરેલો હોય છે. બીલીના પાનમાં વિટામીન A, વિટામીન C, રીબોફ્લોબીન, કેલ્શિયમ, પોટેશિયમ, ફાઇબર, વિટામિન બી-1, B- 6 અને B-12 ભરપૂર માત્રામાં જોવા મળે છે.

જ્યારે પણ આપણે બીલીપત્રનું નામ સાંભળીએ છીએ ત્યારે હંમેશા ભગવાન શંકર યાદ આવી જાય છે.

મિત્રો ઔષધીય રીતે જોવા જઈએ તો બીલીપત્રની અંદર ભરપૂર પ્રમાણમાં ઔષધીય ગુણો રહેલા છે જે ભગવાન શંકરને ખૂબ જ પ્રિય છે.

આપણે જાણીએ છીએ કે બીલીપત્રમાં મોટાભાગે એક સાથે ત્રણ પાંદડા હોય છે, આ ત્રણ પાંદડા બ્રહ્મા, વિષ્ણુ અને શંકરના પ્રતીક તરીકે ઓળખવામાં આવે છે.

મિત્રો ઉનાળામાં બીલીનું ફળ જેને આપણે બીલુ કહીએ છીએ તેનું શરબત પીવાથી શરીરમાં તાપમાન નિયંત્રિત રહે છે.

આ ઉપરાંત તેને ઉનાળામાં ઠંડુ પીણું પણ કહેવામાં આવે છે, બીલીના ફળ માંથી પલ્પ કાઢી તેમાં બે ગ્લાસ પાણી ઉમેરીને ત્યારબાદ એક લીંબુ, ચાર થી પાંચ ફુદીનાના પાન અને ઈચ્છા મુજબ ખાંડ ઉમેરીને શરબત બનાવવું જોઈએ અને ઉનાળામાં તેનું સેવન કરવાથી ગરમીમાં રાહત મળે છે.

બીલીના પાનનું સેવન કરવાથી ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને હ્રદય સંબંધી બીમારીઓ દૂર થાય છે. આ ઉપરાંત તે પેટ સાફ કરવામાં પણ મદદરૂપ થાય છે. બીલીમાં રહેલા રેચક ગુણને કારણે તે પાચન તંત્રને સ્વસ્થ રાખે છે.

બીલીના પાનનો રસ પીવાથી અથવા બીલીના પાન ખાવાથી જે લોકોને વાળ ખરવાની સમસ્યા હોય છે તે દૂર થાય છે. વાળમાં ચમક આવે છે અને વાળ ઝાડા પણ થાય છે. આ ઉપરાંત તેની પેસ્ટ ચહેરા પર લગાડવાથી ચહેરો ખીલી ઊઠે છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.