રોંગ સાઈડમાં બાઈક ચલાવનાર ધોરણ 12 ના વિદ્યાર્થીનું અકસ્માતમાં મોત

મહુધા રેસ્ટહાઉસ ચોકડી નજીક નડિયાદ તરફથી પુરપાટ ઝડપે ધોરણ 12 નો વિદ્યાર્થી રોંગ સાઇડમાં આવી રહ્યો હતો ત્યારે કાર સાથે અકસ્માત થતા ઘટનાસ્થળે આ વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું.

સોમવારે 3:00 ની આસપાસ નડીયાદથી મહુધા રેસ્ટહાઉસ ચોકડી તરફ બે યુવકો બાઈક પર પુરપાટ ઝડપે આવી રહ્યા હતા.

આ દરમિયાન કઠલાલ તરફથી એક અલ્ટો નડિયાદ તરફ જઈ રહી હતી. બાઈક ચાલકે બાઈક ઉપરથી કાબૂ ગુમાવતા તેનું બાઈક સીધું જ કાર સાથે ટકરાઈ હતું અને આ ગમખ્વાર અકસ્માતમાં ધોરણ 12 ની પરીક્ષા આપવા જઇ રહેલ નિલ કુમાર પટેલનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું જ્યારે તેની સાથે બેઠેલ તેનો મિત્રને ગંભીર ઇજા પહોંચતા તેમને સ્થાનિક દવાખાને ખસેડવામાં આવ્યો હતો.

આ સમગ્ર ઘટના મામલે મહુધા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ઘટના સ્થળ પર મૃત્યુ પામનાર યુવકને પોસ્ટમોર્ટમ માટે મહુધાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

મિત્રો આ મૃત્યુ પામનાર યુવકના પિતા પણ પાંચ વર્ષ પહેલા મૃત્યુ પામ્યા હતા અને પરિવારમાં હાલમાં તેની માતા અને તેનો એક મોટો ભાઈ કે જે મહુધા કોલેજના પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે તે રહે છે.

આ યુવકને સોમવારે ધોરણ 12 માનુ પેપર હતું અને પરીક્ષા આપવા જતા જ અકસ્માતમાં યુવકનું મોત થયું છે.

માતા-પુત્રને પાંચ વર્ષમાં પરિવારના બે સભ્યો ગુમાવતા વજ્રઘાત લાગ્યો છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.