SBI મા ખાતું હોય તો ખાસ જુઓ : કરોડો ગ્રાહકો માટે મોટા સમાચાર

એસબીઆઇના 44 કરોડ ગ્રાહકો માટે સૌથી મોટા સમાચાર આપણી સામે આવ્યા છે. બેંકમાં તમારૂ કોઈ પણ કામ ના અટકે એટલા માટે તમારે આ 1 કામ ફટાફટ કરી લેવું પડશે.

જો તમે હજુ સુધીમાં તમારા પાનકાર્ડને આધારકાર્ડ સાથે લીંક નથી કર્યું તો ૩૦ જૂન સુધીમાં કરી લેજો નહીંતર તમારા બેંકને લગતા કામો અટકી પડશે. જો તમે 30 જૂન પછી તમારા પાનકાર્ડને આધારકાર્ડ સાથે લીંક કરશો તો એક હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે.

ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ફરીથી તારીખ જાહેર કરવામાં આવી છે. પાનકાર્ડને આધારકાર્ડ સાથે લીંક કરવાની છેલ્લી તારીખ 30 જૂન આપવામાં આવી છે. જો તમે ટાઈમ લીમીટ માં આ કામ નહી કરો તો તમારું પાનકાર્ડ બંધ થઈ જશે અને ફરીથી જ્યારે ચાલુ કરાવશો તો તમારે 1000 રૂપિયા ભરવા પડશે.

પાનકાર્ડને આધાર સાથે લિંક કરવાની પ્રોસેસ:

• સૌપ્રથમ ઇન્કમટેક્ષની ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ અને લિંક આધાર પર ક્લિક કરો
• ત્યારબાદ તમારો પાનકાર્ડ નંબર, આધાર નંબર અને કેપ્ચા કોડ નાખો
• બધી માહિતી ભર્યા બાદ લિંક આધાર પર ક્લિક કરો
• માહિતી ભરતી વખતે નામ, નંબરમાં કોઈ ભૂલ ન થાય તેનું ખાસ ધ્યાન રાખો
• આ સિવાય કોમન સર્વિસ સેન્ટર પર જઈને પણ પાન આધાર લિંક કરાવી શકો છો જેની ફી 25 રૂપિયાથી લઈને 110 રૂપિયા સુધીની હોય છે.