સૌથી મોટા સમાચાર : હેલીકોપ્ટર તૂટ્યું ત્યારે બન્યું હતું કઈક આવું !! જોઇને રુંવાડા ઉભા થઇ જશે #News

તામિલનાડુના નીલગીરી જિલ્લાના પૂર્વ વિસ્તારમાં બુધવારે ભારતીય વાયુસેનાનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું.

જેમાં દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બીપીન રાવત અને તેની પત્ની મધુલિકા રાવત ઉપરાંત તેમની સાથે રહેલા 11 સૈનિકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

જનરલ રાવતનું હેલિકોપ્ટર ક્રેશ થયું તે પહેલા એ ધુમ્મસમાં જોવા મળી રહ્યું હતું અને વીડિયોમાં સંભળાય છે કે શું થયું? ક્રેશ થયું? આ પ્રકારના અવાજો પણ સંભળાય રહ્યા છે.

આ પહેલા પણ 2015માં જનરલ બિપિન રાવતનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું.

હેલિકોપ્ટરનું નામ ચિતા હતું જે એકદમ આધુનિક માનવામાં આવે છે પરંતુ માહિતી મળી હતી કે તેઓ અકસ્માતમાં બચી ગયા હતા.

બચાવ કર્મીએ જણાવ્યું કે CDS જનરલ રાવતના શરીર નીચેનો ભાગ ખરાબ રીતે સળગી રહ્યો હતો ત્યારબાદ તેમને બેડશીટમાં લપેટીને એમ્બ્યુલન્સમાં લઇ જવામાં આવ્યા પરંતુ રસ્તામાં તેમનું મોત થયું.

આ ઉપરાંત સળગતા વિમાનના કાટમાળને ઓલવવા માટે ફાયર સર્વિસ તેમને ત્યાં સુધી પહોંચવા માટેનો રસ્તો નહોતો.

આસપાસના ઘરો અને નદીઓમાંથી પાણી લઈને આગ બુઝાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો અને આ ઓપરેશન ખૂબ જ મુશ્કેલ હતું.

એક રિપોર્ટ અનુસાર આ હેલિકોપ્ટર એક VVIP ટ્વિન એન્જિન હેલિકોપ્ટર હતું.

આ હેલિકોપ્ટરનો ઉપયોગ સિયાચીનથી લઈને નોર્થ ઈસ્ટના વિસ્તારો સુધી કરવામાં આવતો હતો.

કુન્નુરની આસપાસ ખરાબ હવામાનને કારણે આ પ્રકારની દુર્ઘટના બની હોવાની શક્યતા છે પરંતુ હજુ સુધી આ દુર્ઘટનાનું ચોક્કસ કારણ જાણવા નથી મળ્યું.

ભારતીય વાયુસેનાએ દુર્ઘટનાને લઈને તપાસના આદેશ આપ્યા છે.

દુર્ઘટનામાં શહીદ થયેલા આ ૧૪ લોકોના આત્માને પ્રભુ શાંતિ આપે એવી પ્રાર્થના કરીએ. જય હિન્દ જય ભારત.