સાવધાન : મોટું વાવાઝોડું આવી રહ્યું છે, શું છે તેનો રૂટ? ગુજરાતને કેવી કરશે અસર?

મિત્રો હાલમાં ચાલી રહેલા ઈતિહાસીક હીટવેવની સીધી અસર મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ બનીને એક ચક્રવાત ઊભરી આવશે.

આ સિસ્ટમ એક પ્રચંડ વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવી સંભાવના હાલના ગ્લોબલ મોડલમાં જણાઈ રહી છે.

આ સિસ્ટમ ગુજરાતને પણ નોંધપાત્ર અસર કરી શકે તેવું પણ જણાઈ રહ્યું છે.

મિત્રો આ એક પ્રકારનું લાંબાગાળાનું અનુમાન હોવાથી સચોટ અંદાજના રૂપમાં લેવું ન જોઈએ પરંતુ મોડલોના ચિત્રો જોઇને આ સિસ્ટમના ટ્રેકને હળવાશથી પણ લેવો ન જોઈએ.

આ સિસ્ટમની અસર ગુજરાતને થઈ શકે છે તેવું મોડલોમાં સંકેતો જણાઈ રહ્યા છે.

બંગાળની ખાડીમાં આવનારા દિવસોમાં આ વાવાઝોડુ ભુક્કા કાઢશે જે હાલના ચાર્ટ પ્રમાણે જણાઈ રહ્યું છે.

હાલમાં આ વાવાઝોડાનો રૂટ મધ્ય ભારત ઉપરથી પસાર થઈને ગુજરાત સુધી અસરકર્તા રહેશે તેવું દર્શાવી રહ્યો છે.

મિત્રો હાલમાં આના ઉપર હજુ વિશ્વાસ ન કરવો જોઇએ કારણ કે સાચો રૂટ વાવાઝોડાનું લો પ્રેશર બનશે ત્યારે જ નક્કી થશે ત્યાં સુધી અવારનવાર તેના રૂટ ફરતા રહેશે.

હાલમાં બંગાળની ખાડી મોટાપાયે એક્ટિવ થઈ રહી હોય સંભવતઃ આંદામાન નિકોબાર ટાપુ ઉપર ચોમાસુ વહેલું બેસી જાય તેવી પણ શક્યતા જોવા મળી રહી છે, હજુ થોડા દિવસો જાય પછી વધુ ખ્યાલ આવશે.

મિત્રો સ્કાયમેટને આધારે જોઈએ કે કયા રાજ્યમાં કેવું રહેશે આ વર્ષનું ચોમાસું:

મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, પંજાબ અને હરિયાણામાં સામાન્યથી વધુ વરસાદ થશે.

ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે.

નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં સિઝનમાં ઓછો વરસાદ થશે.

કેરળ અને કર્ણાટકમાં જુલાઈ-ઓગસ્ટમાં વરસાદ થશે.

જૂન મહિનાથી સારો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડી/વાવાઝોડાની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.