મોટું વાવાઝોડું આવી રહ્યું છે : જાણો ગુજરાતમાં કેવી થશે અસર? થઈ જાવ સાવધાન

મિત્રો આપણે જાણીએ છીએ કે દર વર્ષે ચોમાસાની શરૂઆત દક્ષિણ ભારત નીચેના સમુદ્ર થતી હોય છે.

ગુજરાતના વેધર એનાલિસ્ટ અંબાલાલ પટેલ જણાવે છે કે 10-12 ના રોજ અંદામાન નિકોબાર ટાપુઓ વચ્ચે નૈઋત્યનું ચોમાસું બેસી જશે.

આ ઉપરાંત મહારાષ્ટ્રના પશ્ચિમ જિલ્લાઓ કર્ણાટક અને પશ્ચિમ બંગાળમાં પણ મે મહિનામાં જ પ્રિમોન્સુન વરસાદની સંભાવના સેવાઈ રહી છે.

મિત્રો ગુજરાતની વાત કરીએ તો કેરળમાં ચોમાસું બેસી ગયાના 15 દિવસ બાદ ગુજરાતમાં ચોમાસુ બેસતું હોય છે એટલે કે 15 જૂનની આજુબાજુ ચોમાસુ ગુજરાતમાં પહોંચી જાય છે અથવા પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થતી હોય છે.

હજુ સુધીમાં હવામાન વિભાગ દ્વારા ચોમાસુ બેસવાની કોઈ જાહેરાત કરવામાં નથી આવી.

મિત્રો ચોમાસું બેસે તેની પહેલા જ વાવાઝોડાને લઈને એક મોટી ચિંતાજનક આગાહી કરવામાં આવી છે. વિદેશના વૈજ્ઞાનિક મોડેલના આધારે હાલમાં વાવાઝોડાને લઈને સૌથી મોટી અપડેટ સામે આવી રહી છે.

5 મે 2022 પછી બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ બની રહી છે જે દસમીની આજુબાજુમાં વાવાઝોડામાં પરિવર્તિત થઇ શકે છે.

મિત્રો મોડેલ પ્રમાણે જોઇ શકાય છે કે આંદામાન નિકોબાર ટાપુ ઉપર એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાની છે જે વાવાઝોડાની અંદર રૂપાંતરિત થશે એટલે કે ડિપ્રેશનમાં ફેરવાઈ જશે.

હાલના મોડેલ પ્રમાણે આ વાવાઝોડું ગુજરાત સુધી પણ આવી શકે છે પરંતુ હજુ આગાહીમાં ઘણો બધો ફેરફાર ભવિષ્યમાં થઈ શકે છે.

મિત્રો આ વાવાઝોડું ગુજરાતને કેટલી અસર કરશે તે જણાવવું હાલમાં ઘણું જ મુશ્કેલ છે કેમ કે સાઇક્લોનિક સામે ઉત્તર ભારતથી બનતું મોટું એન્ટી સાયકલોનીક આ વાવાઝોડાને આગળ વધવા દેતું નથી જેને કારણે ગુજરાતને આ વાવાઝોડું ખૂબ જ ઓછી અસર કરી શકે છે.

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે પણ બંગાળની ખાડીમાં કોઈ લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થાય છે જ્યારે તેની અસર ગુજરાત ઉપર સો ટકા થતી હોય છે.

આવી રીતે આ વખતે પણ જો બંગાળની ખાડીમાં વાવાઝોડું સક્રિય થશે તો 10 તારીખની આજુબાજુ આ વાવાઝોડું દરિયા કિનારે ટકરાઈ શકે છે અને તેની સીધી જ અસર ગુજરાત પર પણ થશે.

મિત્રો આ વાવાઝોડાને લઈને તમારું શું મંતવ્ય છે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડી/વાવાઝોડાની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.

Leave a Reply

Your email address will not be published.