ગુજરાતમાં થયો મોટો ચમત્કાર : આ જગ્યાએ સ્વયંભૂ પ્રગટ્યુ પાણી, બધા લોકોની આંખો ફાટી ગઈ

મિત્રો અત્યાર સુધીમાં આપણે કોઈને કોઈ રૂપે ભગવાન પ્રગટ થયા હોય તેવું સાંભળ્યું છે પણ રણમાં મીઠું પાણી પ્રગટ થયું હોય તેવું સાંભળ્યું છે??

મને ખ્યાલ છે ત્યાં સુધીમાં તમે નહીં સાંભળ્યું હોય પરંતુ મિત્રો આવો જ ચમત્કાર ગુજરાતમાં પાટણ જિલ્લામાં થયો છે.

આ કળિયુગમાં ચમત્કારની ઘટનાઓ ભાગ્યે જ સાંભળવા મળતી હોય છે. ગુજરાતના પાટણ જિલ્લાના જસોમાવ ગામે આ કળિયુગની કાળઝાળ ગરમીમાં એક મોટો ચમત્કાર થયો છે અને આ ચમત્કારને બધા લોકોએ પોતાની નજર સામે જોયો છે.

આ ગામમાં આવેલો રણેલા તળાવ આમ તો આખું વર્ષ એકદમ સુકું હતું પરંતુ અચાનક જ જમીનમાંથી કુદરતી નીર નીકળ્યા અને જોતજોતામાં આખું તળાવ મીઠા પાણીથી છલકાઇ ગયું.

આ જોતાની સાથે જ ગામના લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા કારણ કે જ્યાં પાણી માટે લોકો રઝળપાટ કરતા હતા ત્યાં અચાનક જ જમીનમાંથી ગંગાજી પ્રગટ થયા છે.

એક તરફ ગુજરાત રાજ્યમાં અને ખાસ કરીને પાટણ જિલ્લામાં લોકો પાણી માટે રઝળપાટ કરી રહ્યા છે ત્યારે આ પ્રકારના ચમત્કારથી લોકોની આંખો ફાટી ગઈ છે.

ઓછા વરસાદને કારણે પાટણ જિલ્લાના જળાશયો એકદમ ખાલીખમ છે અને તેવા સમયે સુકુ પડેલું આ તળાવ અચાનક જ છલકાઈ જાય છે તે વાત માન્યામાં આવે તેમ નથી.

ત્યારે એક એજન્સી દ્વારા તેની તપાસ કરવામાં આવી અને તળાવની મુલાકાત કરીને આસપાસના વિસ્તારમાંથી કોઈ અન્ય જગ્યાએથી પાણી તો નથી આવી રહ્યું છે તેની તપાસ કરવામાં આવી. તપાસમાં એવું જાણવા મળ્યું કે ક્યાંયથી પણ પાણી આવે તેવું શક્ય જ નથી.

પાણી જમીનમાંથી બહાર આવ્યું છે જેથી ગામ લોકો તેને પાણીને પ્રસાદરૂપે માથે ચડાવી રહ્યા છે.

જસોમાવ ગામમાં કુદરતી રીતે પાણી પ્રગટ થતાં માનવજાત અને પશુ પક્ષીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.