મોટા ભાઈએ તેના નાના ભાઈને એવી રીતે બચાવ્યો કે વિડિયો થઈ રહ્યો છે વાયરલ!!

મિત્રો આપણે જાણીએ છીએ કે ઘરમાં દાદા અને પિતા અને ત્યારબાદ મોટાભાઈ ઘરના મુખિયા હોય છે જેના પર ઘરની સંપૂર્ણ જવાબદારી આવી જતી હોય છે.

જો ઘરમાં કોઈ નાના ભાઈ કે બહેન હોય તો તેનું પણ ધ્યાન તેને જ રાખવાનું હોય છે.

દરેક મુસીબતોથી તે બધાની રક્ષા કરતો હોય છે. આજે આપણે એક મોટા ભાઈ વિશે વાત કરીશું કે જેણે તેના નાના ભાઈનો જીવ બચાવ્યો.

આ વિડીયો કેરળના એક ગામનો છે જ્યાં બન્ને ભાઈઓ ઘરનું કોઈ કામ કરતા હતા ત્યારે નાનો ભાઈ છત ઉપર હતો અને મોટો ભાઈ નીચે જમીન ઉપર હતો.

કામ કરતી વખતે નાનો ભાઈ ધાબા ઉપરથી લપસી પડ્યો અને નીચે ઊભેલા મોટાભાઈની નજર તેના ઉપર હતી જેને કારણે નાના ભાઈનો જીવ બચી જાય છે.

વીડિયોમાં જોવા મળે છે કે નાનાભાઈ છત ઉપરથી પડતાની સાથે જ મોટો ભાઈ તેને એક ઝાટકે પકડી લે છે.

જો મોટાભાઈનું ધ્યાન ન હોત તો મોટી દુર્ઘટના પણ બની શકત પરંતુ મોટાભાઈનું ધ્યાન હોવાથી સમયસર તે નાના ભાઈને જમીન પર પડવાને બદલે પોતાના ખોળામાં લઇ લે છે અને આ રીતે તેના નાના ભાઈનું માથું ફાટતાં બચી જાય છે.

આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે અને આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે અને બધા લોકો મોટાભાગે અસલી હીરો ગણાવી રહ્યા છે.

કેમકે તેને ખૂબ જ ઉતાવળ રાખીને તેના નાના ભાઈને બચાવ્યો તે ખૂબ જ પ્રશંસનીય છે જ્યારે આ ઘટના બની ત્યારે મોટા ભાઈના હાથમાં પાઈપ હતો જે તેણે છોડીને ફટાફટ તેના ભાઈને પકડી લીધો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.