પૃથ્વી માથે મોટું સંકટ : પૃથ્વી તરફ આવી રહી છે મોટી આફત, મચી શકે છે મોટી તબાહી

મિત્રો નાસાના વૈજ્ઞાનિકોએ એક ચેતવણી જાહેર કરી છે જેમાં એક ખૂબ જ મોટો એસ્ટરોઇડ એટલે કે લઘુગ્રહ ધરતી તરફ આવી રહ્યો છે.

આ એસ્ટરોઇડનો આકાર ખૂબ જ મોટો છે અને જો આ ધરતી સાથે અથડાય છે તો વિનાશ કરી શકે છે.

અમેરિકાની સ્પેસ એજન્સી નાસા દ્વારા આ એસ્ટરોઇડ ઉપર પૂર્તિ નજર રાખવામાં આવી રહી છે.

નાસાનું કહેવું છે કે આ એસ્ટરોઇડ 3945 એટલે કે 2000TZ3 16 મેના રોજ પૃથ્વીની ખૂબ જ નજીક પહોંચી જશે.

વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે એસ્ટરોઇડ 1608 ફૂટ પહોળો છે અને આકારમાં ન્યૂયોર્કના એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગ સમાન છે.

આ એસ્ટરોઇડ એફિલ ટાવર અને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતાં ઘણો મોટો છે, જો આ એસ્ટરોઇડ ધરતી સાથે અથડાય છે તો તેનાથી મોટો વિનાશ સર્જાઇ શકે છે તેઓ અંદાજો લગાવી શકાય છે.

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ એસ્ટરોઇડ 16 મેના રોજ લગભગ 2:48 વાગ્યે ધરતીની અત્યંત નજીક હશે.

આ એસ્ટરોઇડ ધરતીથી લગભગ 2500000 મિલ અંતરેથી પસાર થશે એટલે કે આ એસ્ટરોઇડ હાલમાં ઘણો દૂર છે.

આમ તો આ અંતર સાંભળવામાં ઘણું વધારે લાગે છે પરંતુ અંતરિક્ષની દ્રષ્ટિએ આ અંતર વધારે નથી કારણકે અંતરીક્ષમા એસ્ટરોઇડની ગતિ પણ ઘણી વધારે હોય છે જેને કારણે નાસા આ એસ્ટરોઇડને લઈને ઘણું ગંભીર છે.

આ એસ્ટરોઇડ પહેલા મે 2020 માં એક એસ્ટરોઇડ ધરતીથી ઘણી નજીકથી પસાર થયો હતો. અંતરિક્ષ વૈજ્ઞાનિકો અનુસાર આ એસ્ટરોઇડ દર બે વર્ષ બાદ ધરતીની અત્યંત નજીકથી પસાર થાય છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.