કિશોરીના બળાત્કાર મામલે આરોપી ભૂવાજીને 20 વર્ષની જેલ !!

મિત્રો આપણે જાણીએ છીએ કે વિજ્ઞાન ઘણું બધું વિકસી ગયું છે છતાં પણ આજે લોકો અંધશ્રદ્ધામાં માની રહ્યા છે.

ખાસ કરીને ભુવા અને ડાકલામાં માને છે અને તેમની પાસે પોતાના પ્રશ્નોને લઈને જાય છે.

દ્વારકા જિલ્લાના કલ્યાણપુર ગ્રામ્ય પંથકમાં રહેતી એક સગીર વયની પુત્રીને મેલુ હોવાથી મેલુ કાઢવા માટે સગીર વયની પુત્રી સાથે પરિવારજનો ભુવા ભરત સોનગરા પાસે ગયા હતા.

ભૂવાએ ધૂપ-ભભૂતિ આપ્યા બાદ પરિવારને તેને મંદિર લઈ જવી પડશે એમ કહ્યું હતું.

બાદ તેણીને મંદિરે લઈ જવામાં આવી હતી, જ્યાંથી દોઢેક કલાક બાદ પરત આવ્યા પછી સગીરા વધારે ગુમસુમ રહેતી હતી.

જેને કારણે પરિવારજનોએ યુવતીને બીજા દિવસે પૂછ્યું હતું જેમાં સગીરાએ તેની સાથે ભૂવાએ ખેતરમાં દુષ્કર્મ આચર્યું હોવાની અને કોઈને વાત કરશે તો તેને અને તેના પરિવારને મારી નાખવાની ધમકી આપી હોવાનું જણાવ્યું હતું.

ત્યારબાદ આ બનાવની ફરિયાદ પોલીસ સ્ટેશને કરવામાં આવી જેથી પોલીસે ફરિયાદના આધારે આરોપી ભરત સામે દુષ્કર્મ હેઠળ ગુનો નોંધ્યો હતો અને આરોપી ભરતની ધરપકડ કરી ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી.

ત્યાર બાદ કોર્ટ દ્વારા આરોપીને 20 વર્ષની સખત કેદની સજા અને 10000 રૂ દંડ ફટકાર્યો હતો તેમજ કિશોરીને જિલ્લા પ્રશાસને રૂપિયા પાંચ લાખનું વળતર આપવાનો આદેશ આપ્યો હતો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.