ઉતરાયણનું મહત્વ : ઈચ્છામૃત્યુનું વરદાન હોવા છતાં શા માટે ભીષ્મ પિતામહે ઉત્તરાયણના દિવસે દેહ ત્યાગ કર્યો હતો?

મિત્રો આપણે સૌ મહાભારતની કથા જાણીએ છીએ. મહાભારત અનુસાર ભીષ્મપિતામહ બ્રહ્મચારી હતા અને તેમને તેમના પિતા શાંતનુ તરફથી ઈચ્છા મૃત્યુનું વરદાન મળ્યું હતું.

મહાભારતના યુદ્ધમાં જ્યારે અર્જુન ભીષ્મ પિતામહ સામે યુદ્ધ કરવા આવે છે જ્યારે અર્જુન શિખંડીને ઢાલ બનાવે છે.

ભીષ્મપિતામહ શિખંડી પર પ્રહાર કરી શકતા નથી અને તેનો લાભ લઈને અર્જુન ભીષ્મ પિતામહને બાણોથી વીંધી નાખે છે.

બાણશૈયા પર રહીને મૃત્યુ માટે ભીષ્મ પિતામહ ઉતરાયણની પ્રતીક્ષા કરી રહ્યા છે.

ઈચ્છામૃત્યુનું વરદાન પ્રાપ્ત હોવા છતાં પણ તેઓ ઘણા અઠવાડિયાઓ સુધી અસહ્ય પીડા સહન કરતા રહ્યા હતા.

તો શું હતું કારણ કે ભીષ્મ પિતામહ આ ઉત્તરાયણની રાહ જોતા હતા દેહ ત્યાગ કરવા માટે.

એક કથા મુજબ મહાભારતકાળમાં ગંગાપુત્ર ભીષ્મ પિતામહ આ વસુઓમાંના એક હતા.

એક શ્રાપને કારણે તેમને મનુષ્ય અવતાર લેવો પડ્યો હતો, ભીષ્મપિતામહ મૃત્યુ માટે શુભ દિવસની રાહ જોઈ રહ્યા હતા.

સૂર્ય ઉત્તરનો થયા બાદ પ્રકૃતિમાં થનારા પરિવર્તનના અનુભવમાં તેમજ યુદ્ધ દક્ષિણાયનમાં શરૂ થયું હોવાના કારણે સૂર્ય જ્યાં સુધી ઉત્તરાયણનો ન થાય ત્યાં સુધી તેઓ શરીર ત્યાગ કરવા માંગતા ન હતા તેથી જ તેમણે ઉત્તરાયણના સમય બાદ શરીરનો ત્યાગ કર્યો.

આધ્યાત્મિક તેમજ પ્રાકૃતિક દ્રષ્ટિકોણથી ઉતરાયણનું ખૂબ જ મહત્વ રહેલું છે.

સાધના દ્રષ્ટિકોણથી દક્ષિણાયનને શુદ્ધિકરણનો સમય કહ્યો છે જ્યારે ઉત્તરાયણને આત્મજ્ઞાન માટેનો સમય કહ્યો છે.

આ ઉપરાંત ઉત્તરાયણની ગ્રહણશીલતા, અનુગ્રહ, જ્ઞાનોદય અને પરમ પ્રાપ્તિનો સમય કહેવાયો છે.

સૂર્ય ઉત્તરાયણના દિવસે શનિ મકર રાશિમાં પ્રવેશ કરે છે, વૈદિક જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે સૂર્યની દસમાં ભાવ સાથે પ્રાકૃતિક મૈત્રી હોવાને કારણે તેમજ શનિના ન્યાયપ્રિયતા જેવા ઉત્તમ ગુણોથી પ્રભાવિત હોવાને કારણે સૂર્ય મકર રાશિમાં શુભ ફળ આપનારો મનાય છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.