ભવનાથ શિવરાત્રીના મેળામાં સાધુના એક શિષ્યે કુહાડીથી માથાના ભાગે ઘા કરી લોહીલુહાણ કર્યો

મિત્રો આપણે જાણીએ છીએ કે ગિરનારની તળેટીમાં છેલ્લા બે વર્ષથી ભવનાથનો મેળો યોજાયો ન હતો પરંતુ આ વર્ષે ભવનાથના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ મેળામાં લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડયા છે અને આ મેળાનું મુખ્ય આકર્ષણ રવેડી અને નાગાબાવા છે.

ત્યારે અહીં દર્શન કરવા આવેલા એક ભક્ત ઉપર સાધુના એક શિષ્ય કુહાડીથી હુમલો કર્યો હતો.

બનાવની વિગતો સામે આવી છે કે ગિરનારની તળેટીમાં યોજાયેલા ભવનાથના મેળામાં લાખો દર્શનાર્થીઓ ઉમટયા છે ત્યારે અહીં એક ભક્ત સાધુ-સંતોના દર્શન કરવા માટે અખાડામાં ગયો હતો.

આ ભક્ત તેના મિત્ર સાથે દર્શન કરીને અખાડાની ઝૂંપડપટ્ટીમાંથી બહાર નીકળ્યો અને ચંપલ પહેરી રહ્યો હતો ત્યારે સાધુના એક શિષ્ય કુહાડી વડે તેના ઉપર હુમલો કર્યો હતો.

શિષ્યએ વ્યક્તિના માથામાં કુહાડીના ઘા ઝીંકી હુમલો કર્યો જે બાદ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.

જે બાદ આ વ્યક્તિ લોહીલુહાણ હાલતમાં ત્યાં ને ત્યાં જ ઢળી પડ્યો હતો. આ સમગ્ર ઘટના આસપાસ ઊભેલા ભક્તોએ પોતાના મોબાઈલમાં કેદ કરી હતી ત્યાર બાદ પોલીસને જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.

આ ઉપરાંત 108 એમ્બ્યુલન્સને પણ જાણ કરવામાં આવી હતી જે બાદ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

આ મામલે ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

સ્થાનિકોનું એવું કહેવું છે કે આ અખાડામાં નાગા બાવાના દર્શન કરવા માટે લોકો ઉમટયા હતા અને એ સમયે સાધુના શિષ્યની અન્ય લોકો સાથે માથાકુટ થઇ હતી જેમા આ નિર્દોષ વ્યક્તિ ભોગ બન્યો હતો.

જે વ્યક્તિ ઉપર કુહાડીથી હુમલો કરવામાં આવ્યો એની કોઈ ભૂમિકા ન હતી.

સાધુના શિષ્ય આવેશમાં આવીને આ પગલું ભર્યું હતું. ભવનાથ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.