ગુજરાતમાં આગામી દિવસોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ, હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી

મિત્રો આપણે જાણીએ છીએ કે ઘણા સમયથી મેઘરાજા રજા ઉપર હતા પરંતુ હવે મેઘરાજાએ ફરી એકવાર રાજ્યમાં એન્ટ્રી મારી દીધી છે એટલે કે મેઘરાજા તબાહી મચાવવા માટે આવી ગયા છે.

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદ પડશે અને રાજ્યના અનેક જિલ્લાઓને ધમરોળશે.

મિત્રો બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે.

આ ઉપરાંત સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં 13 તારીખના રોજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં વલસાડ, નવસારી અને દમણમાં ભારે વરસાદ પડશે. આ ઉપરાંત ડાંગ, નર્મદા અને ભરૂચમાં પણ મેઘરાજા ધમરોળશે.

આ ઉપરાંત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. તેમણે જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતમાં ભારે વરસાદ પડશે. આગામી દિવસોમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડશે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 40 કિલોમીટર ઝડપે પવન પવન ફૂંકાય શકે છે. 12 સપ્ટેમ્બરથી લઈને 14 સપ્ટેમ્બર સુધીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદની આગાહી છે જ્યારે ગીર સોમનાથ, અમરેલી-ભાવનગરમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

આ ઉપરાંત છ ઇંચથી વધુ વરસાદ ખાબકી શકે છે તેવું અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે.આ ઉપરાંત અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યું છે કે મુંબઈના કેટલાક ભાગોમાં 10 ઈંચથી પણ વધુ વરસાદની શક્યતા છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડી/વાવાઝોડાની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.