ભાદરવો ભુકા બોલાવશે! થંડરસ્ટ્રોમને કારણે આ જિલ્લામાં તોફાની ભારે પવન સાથે જળબંબાકાર સર્જે તેવા ભયંકર વરસાદ લઈને મોટી આગાહી

મિત્રો ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી બંગાળની ખાડીમાં ઉત્પન્ન થયેલ ભવ્ય સક્રિય સિસ્ટમને કારણે કેટલાક રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે અને તબાહી પણ બચાવી રહ્યા છે ત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં 40થી 45 કિલોમીટર ઝડપે પવન ફૂંકાતા અનેક વિસ્તારોમાં ભારે તારાજી સર્જાઇ છે.

છેલ્લા પાંચ દિવસમાં મિત્રો રાજ્યમાં વીજળી પડવાના પણ ખૂબ જ બનાવો બન્યા છે.

ભાદરવો ભડાકા કરી રહ્યો હોય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. અત્યાર સુધીમાં પાંચ લોકોના વીજળી પડવાથી મોત થયા છે.

આ ઉપરાંત હવામાન વિભાગના ડાયરેકટર દ્વારા પણ આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે.

મિત્રો હાલના સમયમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટીને કારણે સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે પવન ફૂંકાઇ રહ્યો છે અને આગામી દિવસોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદ પડી શકે છે.

આ એક્ટિવિટીને કારણે વધારે માત્રામાં વીજળીના કડાકા-ભડાકા સાથે પડી શકે છે.આ ઉપરાંત તોફાની ભારે વરસાદ પણ જોવા મળશે.

સૌરાષ્ટ્ર પૂર્વ અને મધ્ય ગુજરાતમાં તેમજ દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આગામી પાંચ દિવસ સુધી તોફાની વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

મિત્રો જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, છોટાઉદેપુર, અરવલ્લી, પાટણ, કચ્છ, ગીર સોમનાથ, ભરૂચ, આણંદ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ જિલ્લામાં તોફાની ભારે પવન અને જળબંબાકાર સર્જે તેવા ભારે વરસાદને લઇને હવામાન વિભાગ દ્વારા સંભાવના વ્યકત કરવામાં આવી છે.

ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ 18 રાજ્યની અંદર ભારે વરસાદને કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ખાસ કરીને બિહાર, ઝારખંડ, બંગાળ, ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, કેરળ અને કર્ણાટક સહિત દક્ષિણ ભારતનાં મોટાભાગના વિસ્તારોનો સમાવેશ થાય છે.

રેડ એલર્ટ બંગાળની ખાડીમાં ઉત્પન્ન થયેલ અપરએર સાયકલોનિક સિસ્ટમની કારણે જાહેર કરવામાં આવ્યું છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડી/વાવાઝોડાની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.