તૈયાર રહેજો : મેઘરાજાની શાહી સવારી આવી રહી છે

વ્હાલા મિત્રો એક ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે કે ગુજરાત રાજ્યમાં ફરીથી એક વરસાદનો મોટો સાર્વત્રિક રાઉન્ડ આવી રહ્યો છે અને આ રાઉન્ડ પહેલાના રાઉન્ડ કરતા ખૂબ જ મજબૂત હશે કારણ કે આ વખતે સિસ્ટમની જે પોઝિશન્સ છે એ ગુજરાતને વધુમાં વધુ ફાયદો અપાવે તેમ છે તેવું હવામાન વિભાગના ગ્લોબલ મોડલ ઉપરથી જાણવા મળ્યું છે.

મિત્રો બંગાળની ખાડીમાં આવતીકાલે એક લો પ્રેસર સિસ્ટમ ઉત્પન્ન થવાની છે અને આ લો પ્રેશરને કારણે સારો એવો વરસાદ ગુજરાતમાં થશે. આ લો પ્રેશર ધીમે ધીમે નોર્થ-વેસ્ટ તરફ ગતિ કરશે અને હવામાનના મોડેલ પ્રમાણે લો પ્રેશર ગુજરાતની આજુબાજુથી પસાર થવાનું છે જેના કારણે સમગ્ર ગુજરાત ઉપર સારો એવો વરસાદ થશે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર કચ્છ આ બધા વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળશે.

મિત્રો આ વખતે સિસ્ટમ છે બંધાણી છે તેનો ટ્રૅક ગુજરાત ઉપરથી પસાર થાય છે જેથી કરીને સિસ્ટમનો પૂરેપૂરો ફાયદો ગુજરાતને મળવાનો છે અને સાર્વત્રિક વરસાદનો એક મોટો રાઉન્ડ ફરીથી ગુજરાત ઉપર આવી રહ્યો છે. મિત્રો આ રાઉન્ડ છે એ ૭મી સપ્ટેમ્બરથી પૂર્વ ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાત ઉપરથી પસાર થશે અને આ રાઉન્ડની અસર છે એ 11 સપ્ટેમ્બર સુધી જોવા મળશે

તો મિત્રો આવી રીતે હવામાન વિભાગની નિયમિત અપડેટ મેળવવા માટે આપણી આ વેબસાઇટ સાથે જોડાઈ રહેજો જેનું નામ છે અઠ્ઠેગઠ્ઠે. સાથે સાથે મિત્રો અહીંની દરેક પોસ્ટને તમારા સોશિયલ મીડિયામાં પણ શેર કરજો જેથી કરીને બીજા મિત્રો સુધી આ માહિતી પહોંચી શકે. ધન્યવાદ.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદની આગાહીએ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં. હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.