બેંક લોકરના નિયમોમાં થયા મોટા ફેરફાર, જુના અને નવા બન્ને ગ્રાહકો માટે લાગુ

જો તમે બેંક લોકરનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે ખાસ છે.

વિવિધ બેંકો અને ગ્રાહકો તરફથી મળતી ફરિયાદોને આધારે સેન્ટ્રલ બેન્ક દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આરબીઆઈ દ્વારા લોકરને લઈને નવા નિયમો જારી કરવામાં આવ્યા છે.

આરબીઆઈ દ્વારા બેંક લોકર માટેની નવી માર્ગદર્શિકા::

  • ઘણા એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં લોકર ભાડે રાખનાર વ્યક્તિ લાંબા સમય સુધી લોકરનું સંચાલન કરવામાં અસમર્થ હોય કે સંબંધિત ફી ચૂકવતા ન હોય. જેથી નવા નિયમ પ્રમાણે બેંકે લોકર આપતી વખતે ફિક્સ ડિપોઝીટ એકત્ર કરવાનો અધિકાર છે. આ ડિપોઝિટમાં ત્રણ વર્ષ માટેનું ભાડું અને લોકર ખોલવાના બ્રેકિંગ ચાર્જીસનો સમાવેશ થશે.
  • બેન્કોને વર્તમાન લોકર ધારકો અથવા પહેલેથી જ લોકર ધરાવતા હોય તેવા લોકો પાસેથી મુદ્દતની થાપણો મેળવવાની મંજુરી નથી.
  • જો બેંકે લોકરનું ભાડું લઈ લીધું હોય તો ચોક્કસ એડવાન્સ રકમ ગ્રાહકોને પરત કરવામાં આવશે અને કુદરતી આફતોના કિસ્સામાં બેન્કો તેના ગ્રાહકોને વહેલી તકે સૂચિત કરવા માટે જવાબદાર છે.
  • લોકરની સામગ્રીને નુકસાન થાય તો બેન્કોએ તેમના દ્વારા ચૂકવવામાં આવતી જવાબદારીની વિગતવાર બોર્ડ મંજૂર નીતિ સાથે હંમેશા તૈયાર રહેવું.
  • લોકરની સંભાળ માટે જે વસ્તુઓનો સમાવેશ થાય છે તેમાં લોકરનું યોગ્ય સંચાલન અને લોકરમાં પહેલેથી જ કોઈ એક્સેસ ન હોય તેની ખાતરી કરવાનો સમાવેશ થાય છે.
  • કુદરતી આફતો જેવી કે ભૂકંપ, પૂર વગેરે જેવી કુદરતી આફતોને કારણે લોકરને જો કોઈ પણ પ્રકારનું નુકસાન થાય તો તેના માટે બેંકો જવાબદાર રહેશે નહીં.
  • બેંક પ્રોફેશનલ્સ દ્વારા છેતરપિંડી, આગ કે મકાન ધરાશાયી થવાના કિસ્સામાં બેન્કોએ વાર્ષિક ભાડાની સો ગણી રકમ નક્કી કરી છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.