જો તમે બેંક લોકરનો ઉપયોગ કરો છો તો જોઈ લો આ નવો નિયમ : RBIએ કર્યો મોટો ફેરફાર

લોકો પોતાના ઘરેણા, દસ્તાવેજો અને અન્ય કિંમતી વસ્તુઓ ઘરમાં રાખવાને બદલે બેંકના લોકરમાં મુકવાનું પસંદ કરે છે જેથી તેમનો આ કિંમતી સામાન સુરક્ષિત રહી શકે.

લોકો બેંકોના લોકરમાં આ બધી વસ્તુઓ સાચવીને રાખતા હોય છે પરંતુ હવે તમારી આ ખાસ સુવિધાઓ પર થોડું ગ્રહણ પણ લાગી શકે તેમ છે.

કેમ કે આરબીઆઇ દ્વારા એક નવો નિયમ બહાર પાડવામાં આવ્યો છે કે જો લાંબા સમયગાળા સુધી તમે લોકરને ન ખોલ્યું હોય તો બેંક તમારું લોકર તોડી શકે છે.

બેંકો માટે નવા નિયમો

આરબીઆઈ દ્વારા બેન્કોને લઈને એક નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે જે મુજબ બેંકોને લોકર ખોલવાની પરવાનગી આપવામાં આવશે.

જો લોકર લાંબા સમય સુધી ખોલવામાં ન આવ્યું હોય અને તમે ભાડું નિયમિત રીતે ભરતા હોવ તો પણ હવે બેંકને તમારું લોકર ખોલવાનો અધિકાર મળશે.

RBIએ કર્યું સંસોધન 

બેન્કિંગ ક્ષેત્રમાં વિવિધ વિકાસ, ઉપયોગકર્તાઓના ફરિયાદોની પ્રકૃતિ અને બેન્કો અને ભારતીય બેંક સંઘથી પ્રાપ્ત થતી પ્રતિક્રિયાને ધ્યાનમાં રાખીને આરબીઆઇ દ્વારા આ પ્રકારનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આરબીઆઈ દ્વારા કહેવામાં આવ્યું છે કે બેંક લોકરને તોડવા અને લોકરની સામગ્રીને પોતાના નોમિની અથવા કાયદાકીય ઉત્તરાધિકારીને હસ્તાંતરિત કરવા અથવા પારદર્શી રીતે વસ્તુઓના નીપટારાને સ્વતંત્ર હશે.

લોકર સાત વર્ષના સમયગાળા માટે નિષ્ક્રિય રહે છે અને નિયમિત રૂપથી ભાડુ ભરવામાં આવે છે તેમ છતાં પણ લોકરના માલિકની જાણકારી ન મેળવી શકાય, પરંતુ સાથે જ જન હિત રક્ષા કરતા કેન્દ્રીય બેંકે નિર્દેશ પણ જાહેર કર્યા છે કે કોઈ પણ લોકરને તોડતા પહેલા તેનું પાલન કરવામાં આવે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.