નટુકાકાના અંતિમ દર્શને આવ્યો બાઘો, નટુકાકાની દીકરી બાઘાને વળગીને ધ્રુસ્કે-ધ્રુસ્કે રડવા લાગી

મિત્રો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું લોકપ્રિય પાત્ર નટુકાકા આજે આપણી વચ્ચે નથી રહ્યા તેનું ખૂબ દુઃખ છે. આ પાત્ર ભજવીને ઘરે લોકપ્રિય થનાર ઘનશ્યામભાઈ નાયકનું રવિવારે ત્રીજી ઓક્ટોબરના રોજ ૭૭ વર્ષની ઉંમરે અવસાન થયું છે. સિરિયલમાં નટુ કાકા અને બાઘાની જોડી ખૂબ જ ફેમસ છે.

બાઘો ઉર્ફે તન્મય વેકરિયા સીધો સ્મશાન આવ્યો હતો અને તેને જોઈને નટુકાકા ની દીકરી તન્મયને  વળગીને ધ્રુસ્કે-ધ્રુસ્કે રડવા લાગી. આજુબાજુના લોકો પણ રડવા લાગ્યા હતા અને દીકરીને માંડ માંડ કરીને શાંત પાડવામાં આવી.

નટુકાકાની અંતિમવિધિમાં માત્ર એક વ્યક્તિની જ ગેરહાજરી ઉડીને આંખે વળગતી હતી અને તે હતો બાઘો એટલે કે તન્મય વેકરીયા. મિત્રો તન્મય વેકરીયા નટુકાકાના અંતિમ દર્શન કરવા માટે ઘરે આવી શક્યો નહોતો તેનું મુખ્ય કારણ ખુદ તે બીમાર છે.

તન્મય વેકરિયા જણાવ્યું હતું કે મને મેલરીયા થઇ ગયો છે અને અતિશય  નબળાઈ આવી ગઈ છે એટલે ડોક્ટરે મને સંપૂર્ણ આરામની સલાહ આપી છે. મારે નટુકાકાના અંતિમ દર્શન કરવા માટે જવું હતું પરંતુ હું ના જઈ શક્યો કેમ કે મને ભયંકર નબળાઈ આવી ગઈ છે.

તેમણે એમ પણ કહ્યું કે રવિવારે સાંજે છ વાગ્યે ઘનશ્યામભાઈ એટલે કે નટુકાકા ના દિકરા વિકાસ નો ફોન આવ્યો હતો અને મને કહ્યું કે નટુકાકા આપણને છોડીને ચાલ્યા ગયા છે ત્યારે મારું મગજ બેન્ડ મારી ગયું અને હું આ વાત માનવા તૈયાર જ નહોતો.

મિત્રો નટુકાકા અને બાઘાની જોડી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની અંદર ખૂબ જ ફેમસ છે તેમણે એકબીજા સાથે ઘણા લાંબા સમય સુધી કામ કર્યું છે.

નટુકાકા ના નિધન પર દુખ વ્યક્ત કરતાં કહ્યું કે તેઓ છેલ્લાં બેથી ત્રણ મહિનાથી ખુબ જ પીડાતા હતા તે ખાવા પીવામાં સક્ષમ પણ ન હતા અને ખૂબ જ દુઃખી હતા તેથી મને એવું લાગે છે કે હવે તે વધુ સારી જગ્યાએ છે કેમકે તે ભગવાનના સલામત હાથમાં છે અને ભગવાન તેમના આત્માને શાંતિ આપે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલ તમામ આર્ટીકલ રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે.

આ તમામ આર્ટિકલની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે અઠેગઠે (athegathe) વેબસાઈટ કે પેજની રહેશે નહીં.