સાચી પડી રહી છે બાબા વેંગાની બે ભવિષ્યવાણી, જાણો 2022 ને લઈને શું કરી હતી ભવિષ્યવાણી

બલ્ગેરિયાના ફકીર બાબા વેંગા ભવિષ્યવાણી માટે ખૂબ જ જાણીતા છે. તેમણે દુનિયા માટે અનેક ભવિષ્યવાણીઓ કરી છે. બાબા વેંગાને નાસ્ત્રેદમસના લેવલના ભવિષ્યવક્તા કહેવામાં આવે છે.

બાબા વેંગાએ 2022 ના વર્ષ માટે બે ભવિષ્યવાણી કરી હતી જે સાચી પડી રહી છે.

તેમણે એવી ભવિષ્યવાણી કરી હતી કે કેટલાક એશિયન દેશો અને ઓસ્ટ્રેલિયામાં પૂર આવશે અને હાલમાં આવું થતું દેખાઈ રહ્યું છે.

ઓસ્ટ્રેલિયામાં વર્ષની શરૂઆતમાં જ મુશળધાર વરસાદ પડયો હતો અને હાલમાં તે આ પૂર જેવી સ્થિતિ છે.

આ ઉપરાંત બાબા વેંગાએ જણાવ્યું હતું કે વિશ્વમાં ઘણા બધા શહેર પાણીની કમીથી પ્રભાવિત થશે એટલે કે પાણીની અછત જોવા મળશે ત્યારે હાલમાં યુરોપમાં પાણીની અછત જોવા મળી રહી છે.

યુરોપમાં એટલી ગરમી પડે છે અને અનેક જગ્યાએ તો જંગલમાં આગ પણ લાગે છે જ્યારે ઇટાલીમાં 1950ના દાયકા બાદ સૌથી ખરાબ દુકાળ પડ્યો છે.

બાબા વેંગાની 2022 ની આ બે ભવિષ્યવાણી સાચી પડી હોય તેવું લાગી રહ્યું છે. આ ઉપરાંત બાબા વેંગા એવી પણ ભવિષ્યવાણી કરી છે કે સાયબેરિયામાંથી એક નવો ઘાતક વાયરસ નીકળશે.

આ ઉપરાંત તીડના હુમલા અને એલીયન એટેક પણ થવાની ચેતવણી આપી હતી.

બાબાનો જન્મ 1911માં થયો હતો જ્યારે તેમનું અવસાન 1996 માં થયું હતું. જ્યારે બાબા વેંગા જીવતા હતા ત્યારે તેમણે પોતાના જીવન અંગે ખુલાસો કર્યો હતો કે એક વાવાઝોડામાં પોતે ઊડીને જમીન પર પડ્યા હતા ત્યારબાદ તેનું જીવન સંપૂર્ણપણે બદલાઇ ગયુ.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.