10 હજાર પક્ષીઓ માટે 20 લાખના પોતાના ખર્ચે પક્ષી ઘર બનાવનારને મળ્યું મોટું સન્માન

મિત્રો હાલમાં આ મોંઘવારીના સમયમાં લોકોને પીવા માટે પાણીના બે માટલાં પણ મુકવા હોય તો પણ વિચાર કરતા હોય છે.

નવી સાંકળી ગામના એક ખેડૂત ભગવાનજીભાઈએ પક્ષીઓ માટે 20 લાખ રૂપિયાના પોતાના ખર્ચે 2500 માટલાનું એક અદ્ભુત પંખી ઘર બનાવ્યું છે.

ભગવાનભાઈને વિચાર આવ્યો કે માણસ તો શિયાળો, ઉનાળો અને ચોમાસામાં પોતાની રહેવાની વ્યવસ્થા કરી લેતો હોય છે જ્યારે આ અબોલા મૂંગા પક્ષીઓનું ત્રણેય ઋતુઓમાં શું થતું હશે તેવો વિચાર આવ્યો.

ત્યારે તેમને એવું થયું કે મારે પણ આ મુંગા અબોલ પક્ષીઓ માટે કંઈક કરવું જોઈએ જેથી તેમણે પંખીના ઘર માટે વાડીએ બેઠા બેઠા પોતાની કોઠાસૂઝ મુજબ આકર્ષક ડિઝાઇન તૈયાર કરીને પંખીઓ માટે માટીના માટલાના ઘરો બનાવ્યા.

ભગવાનજીભાઈના આ પ્રયત્ન અને પક્ષી પ્રત્યેના તેમના પ્રેમની નોંધ લઇને તેમને આ અનોખા કાર્ય બદલ યુનિવર્સલ અમેઝીંગ એવોર્ડ આપવામાં આવ્યો છે.

સાંકળી ગામે યોજાયેલા એવોર્ડ સમારંભમાં ધારાસભ્ય જયેશભાઇ રાદડીયા સહિત અનેક મહાનુભાવોની હાજરીમાં તેમને એવોર્ડ આપવામાં આવ્યો હતો.

ભગવાનજીભાઈ કોઈની પાસેથી એક પણ રૂપિયો લીધા વગર પક્ષીના રહેવા માટે પક્ષી ઘર બનાવ્યું જેમાં તેમણે 2500 જેટલા પાકા માટલા બનાવડાવ્યા હતા અને આ માટલા પણ ક્યારેય તૂટે નહીં તેવા બનાવી ગ્રામ પંચાયતના પ્લોટમાં પોતાની કોઠાસૂઝ પ્રમાણે કામ શરૂ કર્યો હતું.

તેમણે અસલ ગેલ્વેનાઈઝ બોરના પાઇપથી ગોળ આકારની માટલા રાખવા માટે બાઉન્ડ્રી બનાવી જેમાં માટલા બાંધવા માટે પણ સ્ટીલના વાળાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ભગવાનજીભાઈને આ પંખી ઘર બનાવવા માટે આશરે એકાદ વર્ષ જેટલો સમય લાગ્યો હતો જે બાદ તેમણે પોતે તેમના પુત્રો, ગ્રામજનો અને મિત્રો દ્વારા ડિઝાઇન મુજબ માટલા રાખવાનું શરૂ કર્યું.

અંદાજે 2500 જેટલા માટલાનું ગુજરાતમાં ક્યાંય ના હોય તેવું અદભુત પંખી ઘર તૈયાર થયું.

આ ઉપરાંત ભગવાનભાઈ માટલા ઘરની અંદર પંખી માટે અમરનાથ ગુફા પણ બનાવી છે જ્યાં ભગવાન શિવની સ્થાપના કરવામાં આવશે.

આ મંદિર ફક્ત પંખીઓ માટે જ બનાવવામાં આવેલ છે. ભગવાનજીભાઈએ પંખીને ચણ અને પાણી માટે કુંડા પણ બનાવ્યા છે અને આ બધું બનાવવા માટે તેમણે 20 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો છે.

તેમણે બનાવેલા પંખી ઘરમાં આશરે 10 હજારથી પણ વધુ પંખી પરિવાર આરામથી રહી શકશે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.