છુટાછેડા લીધા બાદ પતિનો ત્રાસ, અવની જાડેજાએ સોશિયલ મીડિયામાં કહ્યું “પ્લીઝ મારી મદદ કરો”

મિત્રો આપણે જાણીએ છીએ કે જે તાકાત સોશિયલ મીડિયામાં છે તેવી અત્યારે બીજે ક્યાંય નથી કેમ કે કોઈપણ પ્રકારની મદદની જરૂર હોય અને તમે સોશિયલ મીડિયામાં તેને જાહેર કરો છો તો અવશ્ય કોઈને કોઈ રીતે મદદ જરૂર મળે છે.

આવી જ ઘટના ફરીથી સોશિયલ મીડિયામાં ઘણા દિવસથી જોવા મળી રહી છે જેમાં એક માતા તેના બાળક સાથે રડતા રડતા સોશિયલ મીડિયા સામે એક વીડિયો શેર કર્યો છે. આ વિડીયો 9 મિનિટ અને 18 સેકન્ડનો છે જેમાં આ અવની જાડેજા નામની યુવતી લોકો પાસે મદદ માંગી રહી છે.

વીડિયોની શરૂઆતમાં જ અવની જાડેજા દ્વારા કહેવામાં આવે છે કે હાલના સમયમાં કોઈની પાસે અન્ય કોઇ સમસ્યા સાંભળવાનો સમય જ નથી પરંતુ મારી મજબૂરી છે કે મારે લોકો સુધી મારી સમસ્યા પહોંચાડવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો પડી રહ્યો છે.

અવની જાડેજા નામની યુવતીએ વીડિયોમાં જણાવ્યું છે કે તેમનો પૂર્વ પતિ હજુ પણ તેને ત્રાસ રહ્યો છે. અવનીએ તેના પુત્ર સાથે વીડિયો શેર કર્યો છે અને વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ પણ થયો છે.

વીડિયોમાં જણાવ્યા પ્રમાણે યુવતીના લગ્ન વર્ષ 2014માં થયા હતા પછી 8 થી 10 મહિના બાદ તેના પરિવારમાં કંકાશ, ઝઘડો, માથાકૂટ વગેરે ચાલુ થઈ ગયું.

આ ઉપરાંત તેમના પૂર્વ સસરા દ્વારા પણ તેના ઉપર ત્રાસ ગુજારવામાં આવતો હતો. બાદમાં યુવતી તેના પિયરમાં જતી રહી થોડા સમય પછી તેનો પતિ આવ્યો અને માફી માગીને તેને ફરીથી તેને લઈ ગયો અને ગાંધીધામ શિફ્ટ થઈ ગયો.

ગાંધીધામ શિફ્ટ થયા બાદ પણ મારા પતિ દ્વારા મારા ઉપર શંકા કુશંકા કરવામાં આવતી હતી. તેમજ તેમનું અન્ય યુવતી સાથે અફેર પણ ચાલી રહ્યું હતું જેના કારણે અવારનવાર મારા ઉપર હાથ ઉપાડતા હતા જેથી ફરીથી મારો ભાઈ મને રાજકોટ લઇ ગયો.

તેમણે જણાવ્યું કે હું પ્રેગ્નન્ટ હતી ત્યારે પણ મારા ઉપર ત્રાસ ગુજારવામાં આવતો હતો અને મારા પતિ લેસ્બિયન સ્ટોરી લખતા હતા અને પછી મારી પાસે જ આ પ્રકારનો રોલ કરવાનું કહેતા અને માથે ઉભા રહીને મારી પાસે આ પ્રકારનો રોલ કરાવતા.

પછી મેં રાજકોટ શહેરના મહિલા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ કરી જે બાદ અમારો કોર્ટ કેસ ચાલ્યો હતો અને બે મહિના પહેલાં જ અમારા છૂટાછેડા થયા છે.

છુટાછેડા કરતી વખતે એક શરત રાખવામાં આવી હતી કે મારે મહિનામાં એક દિવસ મારા પુત્રને મારા પતિને મળવા દેવાનો છે ઉઠ્યા સુધીમાં બે વખત મારા પુત્રને તેઓ સાથે મળાવવા માટે લઈ ગઈ છું પરંતુ જ્યારે પણ જાઉં છું ત્યારે હંમેશાં ઝઘડા થતા હોય છે.

જેથી હવે આ યુવતી કંટાળી ગઈ છે અને તેના પૂર્વ પતિ ના ત્રાસમાંથી કાયમ માટે મુક્ત થવા માંગે છે તેથી આ યુવતીએ આખરે સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો છે.

આ વેબસાઈટ પર આપેલ તમામ આર્ટીકલ રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે.

આ તમામ આર્ટિકલની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે અઠેગઠે (athegathe) વેબસાઈટ કે પેજની રહેશે નહીં.