ભારે કરી : અમદાવાદી કાકી સગાં ભત્રીજાને લઈને ભાગી ગયા

મિત્રો કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે પરંતુ અહીંયા તો પ્રેમ એટલો બધો આંધળો થઈ ગયો છે કે કાકી પોતાના સગા ભત્રીજાના પ્રેમમાં પડ્યા. આ ઘટના અમદાવાદમાં સામે આવી છે.

મળતી માહિતી અનુસાર અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા બત્રીસ વર્ષના કાકી 10 તારીખે ગુમ થઈ ગયા હતા.

જેથી પરિવાર ચિંતામાં પડી ગયો હતો અને કાકીની શોધખોળ કરવા લાગ્યા. શોધખોળ કર્યા પછી પણ કાકી ના મળ્યા અને સામે આવી એવી વાત કે બધા ચિંતામાં મુકાઈ ગયા.

ઘર છોડીને જતા રહેનાર કાકી અમદાવાદમાં જ રહેતા તેના સગા ભત્રીજાના પ્રેમમાં હતા. શરૂઆતમાં બધાને એવી શંકા થઈ કે કાકી અને ભત્રીજો ભાગી ગયા હશે પરંતુ પછી બધું ક્લિયર થઈ ગયું.

કાકી અને ભત્રીજાના પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી અને તપાસ કરતાં ખબર પડી કે સાબરમતી વિસ્તારમાં રૂમ ભાડે રાખીને થોડો સમય કાકી ત્યાં રોકાયા હતા અને ત્યાં જ તેનો ભત્રીજો આવી જતા બંને પ્રેમી પંખીડાની જેમ મુંબઇ જતા રહ્યા હતા.

પોલીસે તેમને ટ્રેક કરવા માટે મોબાઇલનું લોકેશન જોયું પરંતુ બંનેએ પોતાનો મોબાઇલ વેચી નાખી ફરાર થઈ ગયા હતા.

આ ઉપરાંત instagram ઉપર બંને ફેક એકાઉન્ટ બનાવીને વાતો કરતા હતા.

પહેલા આ બંને વચ્ચેનું લફરું પરિવારને ધ્યાનમાં આવતા પરિવારજનો દ્વારા ઠપકો આપીને મામલો થાળે પાડયો હતો પરંતુ અત્યારે તેઓ બંને ક્યાં છે તેની કોઈને ખબર નથી.

મિત્રો આ કિસ્સા ઉપરથી એવું લાગી રહ્યું છે કે ઘોર કળિયુગ આવી ગયો છે અને ખરેખર પ્રેમ આંધળો હોય છે એ વાતને પણ સાચી પાડી છે.

આ કાકી ભત્રીજા વિશે તમારું શું મંતવ્ય છે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.