OMG / એટીએમમાંથી 500 રૂપિયા ઉપાડો તો બહાર નીકળે 2500 રૂપિયા, એટીએમ પર લોકો ઉમટી પડ્યા અને થઈ જોવા જેવી

મિત્ર મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના બહાર આવી છે અને આ ઘટનામાં ટેકનીકલ ખામીને કારણે એક એટીએમમાંથી પાંચ ગણા પૈસા નીકળવા લાગ્યા હતા.

જેવી આ ખબર લોકોમાં ફેલાય કે ફટાફટ એટીએમમાં લોકોની લાઈનો લાગવા માંડી. આ અચાનક થયેલી ભારે ભીડને કારણે બેંકને ખબર પડી ગઈ કે એટીએમમાં કોઈ ખામી આવી ગઈ છે એટલા માટે તરત જ એટીએમ બંધ કરી દેવામાં આવ્યું.

એક ખાનગી બેંકના એટીએમમાં આ પ્રકારની ભૂલ થઈ હતી અને પાંચ ગણા પૈસા ઉપાડવાની ખબર પડી ત્યારે એક વ્યક્તિ 500 રૂપિયા ઉપાડવા માટે આવ્યો હતો તેને એટીએમમાંથી 500 રૂપિયાની 5 નોટ મળી હતી એટલે કે કુલ 2500 રૂપિયા નીકળ્યા હતા.

આ માહિતી આસપાસના વિસ્તારમાં પૂરજોશ ફેલાઈ ગઈ અને જોતજોતામાં મોટી સંખ્યામાં લોકો એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે આવી ગયા.

ખાપરખેડા પોલીસ સ્ટેશનના એક અધિકારીએ કહ્યું કે બેન્કના ગ્રાહકે સ્થાનિક પોલીસને જાણ ન કરી ત્યાં સુધી લોકો એટીએમમાંથી પૈસા ઉપાડતા રહ્યા.

પોલીસને સુચના મળતા જ પોલીસ ત્યાં દોડી આવી હતી અને એટીએમ બંધ કરી દેવામાં આવ્યું ત્યારબાદ પોલીસ અધિકારીઓએ બેંકને જાણ કરી હતી અને જણાવ્યું કે ટેકનીકલ ખામીને કારણે એટીએમમાંથી પાંચ ગણા નાણાં ઉપડી રહ્યા હતા.

મિત્રો આ ઘટના એક નાનકડી બેદરકારીને કારણે બની હતી, એટીએમમાં પૈસા મૂકતી વખતે સો રૂપિયાની ટ્રેમાં 500-500 ની નોટ મુકી દેવામાં આવી હતી.

એટીએમ 100 રૂપિયાની નોટના બદલે 500 રૂપિયાની નોટ બહાર કાઢી રહ્યું હતું.

જેને કારણે 500 રૂપિયા ઉપાડવા ઉપર 100-100 રૂપિયાની 5 નોટના બદલે 500-500ની 5 નોટ બહાર નીકળતી હતી.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.