ATM માંથી પૈસા ઉપાડતી વખતે આ લાઈટનું રાખો ખાસ ધ્યાન, તમારી એક ભૂલથી એકાઉન્ટ થઈ જશે ખાલી

મિત્રો આજકાલ તમામ લોકો એટીએમમાંથી પૈસા ઉપાડે છે પરંતુ એટીએમમાંથી પૈસા ઉપાડતી વખતે જો તમે એક નાનકડી ભૂલ કરશો તો તમારું એકાઉન્ટ થઈ શકે છે ખાલી.

આપણે જાણીએ છીએ કે દિવસે ને દિવસે સાયબર ક્રાઈમના કિસ્સાઓ વધતા જાય છે અને આ બધાની વચ્ચે ઓનલાઈન ટ્રાન્ઝેકશન અને એટીએમમાંથી પૈસા ઉપાડવા પણ સુરક્ષિત નથી.

સાયબર ઠગ ખૂબ જ ચાલાક હોય છે જેથી તમે જ્યારે પણ એટીએમમાંથી પૈસા ઉપાડો છો ત્યારે સાવચેત રહો અને એટીએમમાંથી પૈસા ઉપાડવા વખતે આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખો.

ડિજિટલ થઇ રહેલું ભારત હાલમાં સાયબર ચોરથી ખૂબ જ પરેશાન છે. આ પ્રકારના હેકર્સ ગ્રાહકની બેન્કિંગ details એટીએમ મશીનના કાર્ડ નાખવાના સ્લોટ માંથી ચોરી લે છે.

મિત્રો હેકર્સ એટીએમ મશીનના કાર્ડ સ્લોટમાં એવું ડિવાઈસ મૂકી દે છે જે તમારા કાર્ડની ડિટેલ સ્કેન કરે છે અને આ ડિવાઈસ દ્વારા તમારી કાર્ડની બધી વિગતો તે ડિવાઇસમાં સેવ કરી દેવામાં આવે છે અને પછી બ્લૂટૂથ કે અન્ય કોઈ વાયરલેસ ડિવાઈસની મદદથી આ એક જ ડેટા ચોરી લે છે.

મિત્રો હેકર્સ ગમે તેટલો ચાલક હોઈ પરંતુ જો તમે સતર્ક રહેશો તો તમારા પૈસા સુરક્ષિત રહેશે.

હકીકતમાં તમારા ડેબિટ કાર્ડનો સંપૂર્ણ એક્સેસ લેવા માટે હેકર્સ પાસે તમારો પિન નંબર હોવો આવશ્યક છે.

હેકર્સ તમારો પીન મેળવવા માટે ઘણી બધી તરકીબો અજમાવે છે જેમાં તેઓ કેમેરાની મદદથી તમારો પિન નંબર ટ્રેક કરે છે.

આવી સ્થિતિમાં જ્યારે પણ તમે પીન નંબર દાખલ કરો છો ત્યારે તેને તમારા બીજા હાથથી ઢાંકી દો.

એટીએમમાંથી રોકડ ઉપાડતી વખતે એટીએમ મશીનની આ રીતે તપાસ કરો :

જો તમે એટીએમમાં જાવ છો તો સૌપ્રથમ એટીએમ મશીનનું કાર્ડ સ્લોટ ચેક કરી લો.

જો એટીએમ કાર્ડ સ્લોટમાં કોઈ પ્રકારની છેડછાડ થઈ હોય અથવા સ્લોટ ઢીલો હોય તો તેનો ઉપયોગ ન કરો.

કાર્ડ સ્લોટમાં લીલી લાઈટ પર ધ્યાન આપો જે કાર્ડ દાખલ કરતા પહેલા કાર્ડ સ્લોટમાં થાય છે.

જો અહીં સ્લોટમાં ગ્રીન લાઈટ ચાલુ છે તો તમારું એટીએમ સુરક્ષિત છે.

જો કાર્ડ સ્લોટમાં લાલ અથવા અન્ય કોઈ લાઈટ ન હોય તો કોઈ પણ સંજોગોમાં એટીએમનો ઉપયોગ ન કરો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.