પતિ પત્નીને મળશે દર મહિને 10000 રૂપિયા, જાણો સરકારની મોટી જાહેરાત

સરકાર દ્વારા લોકો માટે ઉપયોગી ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે પરંતુ ઘણી એવી યોજનાઓ હોય છે જેની માહિતી લોકોને નથી હોતી.

દરેક વ્યક્તિ વૃદ્ધાવસ્થાની ચિંતા કરતા હોય છે ત્યારે જો તમે તમારી નિવૃતિને સુરક્ષિત કરવા માંગતા હોવ તો અત્યારથી તમારે સુરક્ષિત જગ્યાએ રોકાણ કરવાનું શરૂ કરવુ જોઈએ.

સરકાર દ્વારા અટલ પેન્શન યોજના ચલાવવામાં આવી રહી છે કે જેમાં વ્યક્તિ મામૂલી રોકાણ કરીને પણ વૃદ્ધાવસ્થામાં પેન્શન મળી શકે છે.

અટલ પેન્શન યોજના હેઠળ પતિ-પત્ની અલગ અલગ ખાતા ખોલાવીને 10000 રૂપિયાનું પેન્શન મેળવી શકે છે.

ઘણા લોકો વિચારતા હોય કે પેન્શન તો કોઈ નોકરી કરતા હોય એને નિવૃત્તિ મળ્યા બાદ જ મળતું હોય છે.

તમે કોઈ પણ નોકરી કર્યા વગર પેન્શન મેળવી શકો છો એ જરૂરી નથી કે તમે નેશનલ પેન્શન સિસ્ટમ માટે ક્યાંક નોકરી કરો.

તમે કોઈ પણ ધંધો કરતા હોવ, નાનો હોય કે મોટો અથવા કોઈ નોકરી કરતા હોય કે મજૂરી કરતા હોવ તો પણ તમે વૃદ્ધાવસ્થામાં પેન્શનનો આનંદ માણી શકો છો.

અટલ પેન્શન યોજના સરકાર દ્વારા વર્ષ 2015માં શરૃ કરવામાં આવી હતી જ્યારે આ યોજનાની શરૂઆત થઈ ત્યારે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતાં લોકો આ યોજનાનો લાભ લઈ શકતા હતા પરંતુ હવે 18 વર્ષથી લઈને 40 વર્ષ સુધીનો કોઈપણ ભારતનો નાગરિક આ યોજનામાં રોકાણ કરી શકે છે.

અટલ પેન્શન યોજના એક એવી સરકારી યોજના છે જેમાં તમારે તમારી ઉંમર પ્રમાણે રોકાણ કરવાનું હોય છે.

આ યોજના હેઠળ તમે ઓછામાં ઓછું 1000, 2000, 3000, 4000, 5000 અને મહત્તમ 10000 રૂપિયાનું માસિક પેન્શન મેળવી શકો છો.

કેન્દ્રની મોદી સરકાર ની આ યોજના દ્વારા માત્ર 210 રૂપિયાનું રોકાણ કરશો તો તમે દસ હજારનું પેન્શન મેળવી શકશો.

જો તમે વિવાહિત છો તો તમે અરજી કરી શકો છો અને આ યોજનાનો લાભ પણ લઈ શકો છો.

આ ભારત સરકારની યોજના હેઠળ પતિ-પત્ની બંને પાત્રતા ધરાવે છે. આ યોજના હેઠળ પાત્ર લોકોને એક હજારથી લઇને દસ હજાર રૂપિયા સુધીનું પેન્શન મળી શકે છે.

આ યોજનામાં તમારી ઉંમર પ્રમાણે દર મહિને મામૂલી રોકાણ કરવાનું હોય છે જે 55 રૂપિયાથી લઈને 210 રૂપિયા સુધીનું હોય છે.

આ યોજનામાં 18 થી 40 વર્ષનો કોઈ પણ વ્યક્તિ જોડાઈ શકે છે આ માટે અરજદારનું બેંક અથવા પોસ્ટ ઓફિસમાં બચત ખાતું હોવું જરૂરી છે.

એક વ્યક્તિ માત્ર એક જ અટલ પેન્શન ખાતુ ખોલી શકે છે. આ યોજના સાથે સંકળાયેલા વ્યક્તિનું અકાળે મૃત્યુ થાય છે તો તેના પરિવારને લાભ ચાલુ રાખવાની પણ જોગવાઈ છે.

આ ઉપરાંત અટલ પેન્શન યોજના સાથે સંકળાયેલા વ્યક્તિનું મૃત્યુ થાય તો તેની પત્નીને પેન્શન આપવાની જોગવાઈ છે અને બીજી તરફ જો પત્નીનું મૃત્યુ થાય છે તો આવી સ્થિતિમાં બાળકોને પેન્શન આપવાની પણ જોગવાઈ કરવામાં આવી છે.

તો મિત્રો આજે જ તમે આ યોજનાનો લાભ ઉઠાવો અને તમારી વૃદ્ધાવસ્થાને સુરક્ષિત બનાવો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.