કોરોના કાળમાં નોકરી ગુમાવી છે? તો મળશે ત્રણ મહિનાનો પગાર, ફટાફટ કરો રજીસ્ટ્રેશન

નમસ્કાર મિત્રો કોરોનાકાળમાં ઘણા લોકોએ પોતાની નોકરી ગુમાવી છે એવામાં સરકાર દ્વારા બેરોજગારી ભથ્થુ જાહેર કરવામાં આવ્યું છે. સરકારે અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ યોજના નામની એક સ્કીમ શરૂ કરે છે અને આ યોજના હેઠળ 50 હજારથી વધુ લોકોને લાભ થયો છે.

કર્મચારી રાજ્ય વીમા નિગમ ઈએસઆઈસી(ESIC) આ સ્કીમને ચલાવે છે અને જો તમે પણ કોરોનાકાળ માં નોકરી ગુમાવી છે તો તમને સરકાર આપશે ત્રણ મહિનાનો પગાર.

મિત્રો કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ભૂપેન્દ્ર યાદવ એ જણાવ્યું છે કે તેમનું મંત્રાલય કોરોના ના લીધે જીવ ગુમાવનાર ઈએસઆઈસી સભ્યોના સ્વજનને આજીવન નાણાકીય મદદ પણ પૂરી પાડવામાં આવશે.

અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ યોજના શું છે ?

મિત્રો અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ યોજના હેઠળ નોકરી ગુમાવનાર બેરોજગાર લોકોને આર્થિક મદદ માટે ભથ્થું આપવામાં આવે છે.

મિત્રો જે વ્યક્તિ બેરોજગાર બન્યો છે જે ત્રણ મહિના માટે આ ભથ્થાનો ફાયદો ઉઠાવી શકે છે. ત્રણ મહિના માટે સરેરાશ સેલરીના 50% કલેઈમ કરી શકાય છે અને બેરોજગાર થયાના 30 દિવસ બાદ આ યોજના સાથે જોડાઈને ક્લેમ કરી શકાય છે.

કઈ રીતે મળશે લાભ?

તો મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે ESIC સાથે જોડાયેલ કર્મચારી નજીકની કોઈપણ બ્રાન્ચમાં જઇને તેના માટે કલેઈમ કરી શકાય છે ત્યારબાદ ESIC તરફથી પુષ્ટી કરવામાં આવશે અને જો બરાબર હશે બધું તો રકમ સીધી કર્મચારીના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.

કોને મળશે આ યોજનાનો લાભ?

  1. આ યોજનાનો લાભ એવા કર્મચારીઓને મળે છે જે પ્રાઇવેટ સેક્ટર એટલે કે ઓર્ગેનાઇઝડ સેક્ટરમાં કામ કરતા હોય અને બેરોજગાર બન્યા હોય અને જેમની સેલરીમાંથી દર મહિને પીએફ અને ઈ.એસ.આઈ કપાતા હોય તેવા લોકોને લાભ મળે છે.
  2. ESIનો ફાયદો ખાનગી કંપનીઓ, કારખાનાઓ અને ફેક્ટરીઓમાં કામ કરનારા કર્મચારીઓને મળે છે તેના માટે ESI કાર્ડ હોવું જોઈએ.
  3. કર્મચારી આ કાર્ડ દ્વારા અથવા કંપનીમાંથી આપેલા દસ્તાવેજના આધારે સ્કીમ નો ફાયદો ઉઠાવી શકે છે ESI નો લાભ તે જ કર્મચારીઓ માટે હોય છે જેની માસિક આવક 20000 થી ઓછી હોય છે.

આ રીતે કરો રજીસ્ટ્રેશન

મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે સૌપ્રથમ તમારે….

1. ESIની વેબસાઈટ પર જઈને અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ યોજના નું ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે.

2. આ ફોર્મ ભરીને કર્મચારી રાજ્ય વીમા નિગમની નજીકની કોઇપણ બ્રાંચમાં જમા કરાવવાનું રહેશે.

3. આ ફોર્મ સાથે 20 રુપિયાનું નોન.જ્યુડિશિયલ સ્ટેમ્પ પેપર પર નોકરીનું એફિડેવિટ પણ લગાવવું પડશે.

4. તેમાં AB-1  થી માંડીને AB-4 ફોર્મ જમા કરાવવામાં આવશે.

5. કોઈ ખોટા આચરણને કારણે નોકરી તમારી જતી રહી હોય તો ફાયદો મળશે નહીં.

6. એવા લોકોને આ સ્કીમનો ફાયદો નહીં મળે છે જેમને ખોટા આચરણને કારણે કંપનીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હોય આ ઉપરાંત ક્રિમિનલ કેસ નોંધાવતા તથા સ્વેચ્છાએ નિવૃત્તિ લેનાર કર્મચારી પણ આ યોજનાનો લાભ મેળવી શકશે નહિ.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલ તમામ આર્ટીકલ રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ તમામ આર્ટિકલની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે અઠેગઠે (athegathe) વેબસાઈટ કે પેજની રહેશે નહીં.