આકાશમાં દેખાયેલો અગનગોળો ગુજરાતના આ વિસ્તારમાં પડ્યો! જાણો શું થયું મોટો ખુલાસો

મિત્રો ગુજરાત રાજ્યમાં વલસાડ, સુરત, નવસારી, ડાંગ, વડોદરા જિલ્લાના આકાશમાં મોડી સાંજે તેજ લીસોટો જોવા મળ્યો હતો જેમાં એક ગોળો પૃથ્વી તરફ આવતો નજરે પડયો હતો જેના કારણે ભારે કુતૂહલ સર્જાયું હતું અને ઘણાં લોકો ડરી પણ ગયા હતા.

લોકોને આ પ્રકારની અવકાશ ઘટનાની જાણ થતાં જ ધાબા ઉપર ટોળે ટોળા લોકોના ઉમટી પડ્યા હતા. આ ભેદી ઉલ્કાપિંડ પૃથ્વી તરફ આવતા આકાશમાં જ બે ભાગમાં વહેંચાઇ ગઇ હતી.

મળતી માહિતી અનુસાર શનિવારે 08:00 ની આસપાસ આકાશમાં ચમકદાર અવકાશી ગોળા જેવો પદાર્થ જોવા મળ્યો હતો.

ઉલ્કા જેવી લાગતી આ વસ્તુ તેજ ગતિથી પૃથ્વી તરફ આવતા લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું.

પહેલા તો બધાને એવું લાગ્યું કે આ ઉલ્કા પિંડ છે અથવા ખરતો તારો હોઈ શકે પરંતુ વિજ્ઞાનના નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર ખરતો તારો પૃથ્વી પર આટલો નીચે ન આવી શકે.

આ પદાર્થ space debris એટલે કે અવકાશી કૃત્રિમ ઉપગ્રહનો કાટમાળ હોઈ શકે છે.

આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના કેટલાક ગામડાઓમાં પણ આ પ્રકારનો અવકાશી ગોળો પૃથ્વી તરફ આવતો હોય તેવું દેખાયું હતું અને લોકોમાં અફરાતફરી મચી ગઇ હતી.

ઘણા બધા લોકોએ આ અગનગોળાને મોબાઇલમાં કેદ પણ કર્યો હતો તેનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

આ ઉપરાંત ડાંગ જિલ્લાના વિસ્તારો ઉપરથી પસાર થઈને સાપુતારાના સનરાઇઝ ડુંગરને અડીને આવેલી ખીણમાં ધુમાડા સાથે તૂટી પડી હોવાની ચર્ચા થઈ રહી છે.

આ ઉપરાંત નવસારીના ગણદેવી, બીલીમોરા તેમ જ વલસાડ જિલ્લાના કેટલાક ગામડાઓમાં પણ આ પ્રકારનો સળગતો ટુકડો દેખાયો હતો જ્યારે વાસંદા. વધઈ અને નવસારી તાલુકામાં એકમાંથી બે ટુકડા થતા પણ દેખાયા હતા.

સાપુતારા વિસ્તારમાં ત્રણ ટુકડા લોકોએ નિહાળી હોવાના અહેવાલો પણ મળી આવ્યા છે એટલા માટે હવે આ ઘટનાને લઇને રહસ્ય વધુ ઘેરાયુ હતું.

ઘણા આદિવાસી લોકો ચૈત્ર નવરાત્રી નિમિત્તે દેવો આકાશમાંથી પરિભ્રમણ કરતા હોવાનું માનીને દંડવત થઈને રહસ્યમય જ્યોતના દર્શન કરવા લાગ્યા હતા તેમજ તેની પૂજા-અર્ચના કરતા નજરે પડ્યા હતા.

મિત્ર આ સમગ્ર ઘટના વિશે તમારું શું મંતવ્ય છે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.