ગુજરાતના આકાશમાં જોવા મળેલા અગનગોળાનું ખુલ્યું રહસ્ય : જાણો અમેરિકાએ શું કર્યો ખુલાસો

ગુજરાતના આકાશમા એક જોરદાર મોટો અગનગોળો આઠ વાગ્યાની આસપાસ અગનગોળો ધીમે ધીમે નીચે આવતા બે ભાગમાં વહેંચાઇ ગયો હતો અને આકાશમાં તેજ પ્રકાશિત લિસોટો દેખાયો હતો.

આ અગનગોળા લઈને અનેક લોકો અલગ-અલગ વાતો કરી ઘણા લોકો કહે છે કે ઉલ્કાપિંડ છે તો ઘણા લોકો કહે છે કે આ ચીનનું રોકેટ છે તો અનેક લોકો તેને ચમત્કાર પણ માની રહ્યા છે.

ખૂબ જ તેજ ગતિથી અગનગોળો પૃથ્વી તરફ નીચે આવતો જોઇને લોકોમાં ડર સાથે કુતૂહલ સર્જાયું હતું.

પ્રથમ નજરે તો એવું જ લાગતું હતું કે આકાશમાંથી ઉલ્કાપિંડ કે તારો ખર્યો હશે પરંતુ ત્યાર બાદ અમેરિકાના વૈજ્ઞાનિકે જે રહસ્ય પ્રગટ કર્યો તે જોઈને લોકો ચોંકી ઉઠ્યા હતા.

મિત્રો આકાશમાં જોવા મળેલા આ તેજસ્વી લિસોટા અંગે અમેરિકાના એક વૈજ્ઞાનિકે મોટું નિવેદન આપ્યું છે તેમણે જણાવ્યું કે આ પ્રકાશિત પદાર્થ ચીનનું રોકેટ હોઈ શકે છે.

રોકેટ પૃથ્વીના વાતાવરણમાં પરત આવવાનું હતું જે પ્રકાશિત લિસોટો જોવા મળેલો હતો તે ઘટના અને ચીનના રોકેટના પતાવવાના સમયમાં અને તેના માર્ગમાં ઘણી સામ્યતા જોવા મળે છે.

અવકાશી વૈજ્ઞાનિકે જણાવ્યું કે ચીનનું રોકેટ ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં છોડવામાં આવ્યું હતું અને પૃથ્વી તરફ પરત ફરતી વખતે વાતાવરણના સંપર્કમાં આવવાથી તેનો કેટલો ભાગ સળગી ઉઠયો હતો એટલે તેમને કહ્યું કે મારા મતે આ લિસોટા તેના સળગી ઉઠ્યાથી પેદા થયા હતા.

મિત્રો આ ઉપરાંત તેમણે ટ્વિટ કરીને પણ જણાવ્યું કે આ રોકેટનો વધેલો કાટમાળ ધરતી સુધી પહોંચ્યો અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં પડ્યો હતો અને કાટમાળના ફોટો પણ શેર કરવામાં આવ્યા હતા.

આ ફોટાના જવાબમાં એક યૂઝરે એવું પણ કહ્યું કે કાટમાળમાં રહેલી રિંગને ચાઈનીઝ રોકેટની સાઈઝ મૂજબ હોવાનું જણાવ્યું હતું. આ માપ અંદાજે ત્રણ મીટર હોવાનું જણાવાયું હતું.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.