આકાશમાંથી આવેલો સળગતો અગનગોળો ગુજરાતના આ વિસ્તારમાં પડ્યો, ખુલ્યું મોટું રહસ્ય

મિત્રો ગુજરાતના આકાશમાં શનિવારે સાંજે રહસ્યમય પ્રકાશપુંજ દેખાતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.

શનિવારની રાત્રે ચેટીચાંદ પ્રસંગે લોકો ચંદ્ર દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો આકાશ તરફ જોઈ રહ્યા હતા ત્યારે આકાશમાં ખૂબ જ પ્રકાશિત અગનગોળો દેખાતા લોકોમાં કુતૂહલ અને રોમાંચ ફેલાયો હતો.

ગુજરાત રાજ્યના આકાશમાં શનિવારે અગનગોળો દેખાયો હતો જેને કારણે ભારે કુતૂહલ સર્જાયું હતું.

આકાશમાંથી સળગતી વસ્તુ જમીન તરફ આવતા લોકોમાં ડર પેસી ગયો હતો તેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે .

ખૂબ જ ઝડપથી અગનગોળો પૃથ્વી તરફ નીચે આવી રહ્યો હતો અને પૃથ્વીની નજીક આવતાં જ બે ભાગમાં વિભાજીત પણ થઇ ગયો હતો.

પ્રથમ નજરે તો એવું લાગી રહ્યું હતું કે આકાશમાંથી કોઈ ઉલ્કાપિંડ અથવા તારો ખર્યો હશે પરંતુ વૈજ્ઞાનિકોના મતે ખરતો તારો પૃથ્વી ઉપર આટલો નીચે આવી ન શકે.

તેમના કહેવા પ્રમાણે અવકાશી પદાર્થ અવકાશી કૃત્રિમ ઉપગ્રહનો કાટમાળ હોવાની પ્રબળ શક્યતા છે અને મળતી માહિતી પ્રમાણે આ પ્રકારની ઘટના મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ જોવા મળી છે.

ગુજરાતના અનેક જિલ્લાઓમાં આકાશમાં જોવા મળતો ચમકતો પદાર્થ પૃથ્વી તરફ તેજ ગતિથી આવી રહ્યો હતો લઈને લોકોમાં ભારે કુતૂહલ જોવા મળ્યો હતો.

ગુજરાતના અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, મહીસાગર, પંચમહાલ, આણંદ સહિતના વિસ્તારોમાં આ પ્રકારની ખગોળીય ઘટના જોવા મળી હતી. લોકો આ ઘટના નિહાળવા માટે ઘરોની છતો પર જોવા મળ્યા હતા.

બીજી તરફ આકાશમાંથી આવીને સળગતો પ્રકાશ ગુજરાતના દરિયામાં પડયો હોવાની ચર્ચા સંભળાઈ રહી છે.

ભાવનગરના અલંગ દરિયા ઉપરથી કોઈ ભેદી સળગતી વસ્તુ પસાર થતા ચકચાર મચી હતી.

આ સળગતી વસ્તુ કોઈ ઉલ્કા છે કે બીજી કોઈ વસ્તુ તેની હજી સુધી કોઈ પુષ્ટિ કરવા નથી.

મળતી માહિતી પ્રમાણે આ સળગતી વસ્તુ તળાજા નજીકના સરતાનપરના દરિયામાં પડી હોવાનો પ્રાથમિક અહેવાલ પ્રાપ્ત થયા છે. તો કેટલાક લોકો આ સળગતો પદાર્થ ભરૂચ પાસેના વાલિયા દહેલી વચ્ચે પડ્યો હોવાનું પણ કહી રહ્યા છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.