ગુજરાતના આકાશમાં દેખાયો અગનગોળો : પૃથ્વી તરફ આવતા લોકો અચરજમાં મુકાયા!

મિત્રો શનિવારે સાંજે આઠ વાગ્યાની આસપાસ ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓમાં આકાશમાં ચમકતી વસ્તુઓ જોવા મળી હતી.

ઉલ્કા જેવી વસ્તુ તેજ ગતિથી પૃથ્વી તરફ આવતા લોકો આશ્ચર્યમાં મૂકાયા હતા.

ગુજરાતના કચ્છ, રાજકોટ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર સહિત અનેક જિલ્લાઓમાં ઉલ્કા જોવા મળી હતી.

આકાશમાં દેખાતો આ પદાર્થ લઘુ ગ્રહનો કચરો હોવાની શક્યતા છે. લોકો સળગતા પદાર્થોને જોઈ ડરી ગયા હતા.

વૈજ્ઞાનિકોના મતે ખરતો તારો પૃથ્વી પર આટલો નીચે ન આવી શકે. આ પદાર્થ અવકાશી કૃત્રિમ ઉપગ્રહોનો કાટમાળ હોવાની શક્યતા છે.

મિત્રો આ સમગ્ર ઘટનાનો વીડિયો લોકોએ કેમેરામાં કેદ કરી લીધો હતો અને જે હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે.

સાંજના સમયે ઉલ્કા જેવી વસ્તુ પૃથ્વી તરફ પડતા લોકોના શ્વાસ અધ્ધર થઇ ગયા હતા.

અગનગોળો પૃથ્વીની નજીક આવતાં બે ભાગમાં વહેંચાઇ ગયો હતો અને થોડી ક્ષણો બાદ આ વસ્તુ જ ગાયબ થઈ ગઈ હતી ત્યારે લોકો એ જાણવા માગે છે કે આ વસ્તુ શું હતી?

મહારાષ્ટ્રના નાગપુર અને રાજ્યના અન્ય કેટલાક ભાગોમાં પણ આકાશમાં ઉલ્કા વર્ષા જોવા મળી હતી.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.