વાવાઝોડુ “અસની” આવી રહ્યું છે : આ વિસ્તારોમાં મચાવી શકે છે તબાહી, સાવધાન

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી સપ્તાહે બંગાળની ખાડીમાં અસની નામનું તોફાન આવી શકે છે.

દક્ષિણ-પશ્ચિમ હિંદ મહાસાગરમાં બનેલો એક નીચા દબાણનો વિસ્તાર આવતા સપ્તાહની શરૂઆતમાં વધુ તીવ્ર બનીને ચક્રવાતનું રૂપ ધારણ કરીને વાવાઝોડામાં પરિણમી શકે છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ વાવાઝોડું બાંગ્લાદેશ અને તેની નજીકના ઉત્તર મ્યાનમાર તરફ આગળ વધશે.

IMD અનુસાર હાલમાં જે લો પ્રેશર વિસ્તાર રચાયો છે તે શનિવાર સુધીમાં પૂર્વ-ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધે તેવી શક્યતા છે અને ત્યારબાદ તે આંદામાન-નિકોબાર દ્વીપ તરફ આગળ વધશે.

આગાહી પ્રમાણે જે નીચા દબાણનું ક્ષેત્ર બન્યું છે તે 21 માર્ચના રોજ ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની પૂરેપૂરી સંભાવના છે જે 22 માર્ચે ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિશા તરફ આગળ વધશે.

જો આ ચક્રવાત વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરશે તો તેનું નામ અસલી રહેશે જે શ્રીલંકા દ્વારા આપવામાં આવ્યું છે.

આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુરુવારે અને શુક્રવારે બંગાળની ખાડી અને તેની નજીકના દક્ષિણ આંદામાન સમુદ્રમાં દરિયાઈ ગતિવિધિ વધુ તીવ્ર બનવાની સંભાવના છે.

જેને કારણે માછીમારોને આગામી બુધવારે બંગાળની ખાડીના દક્ષિણ ભાગ અને તેની આસપાસના વિસ્તારોમાં તેમજ ગુરુવાર અને શુક્રવારે બંગાળની ખાડી અને અંદામાન સમુદ્રમાં ન જવાની સલાહ આપવામાં આવી છે.

આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ દિવસોમાં પવનની ઝડપ 70થી 80 કિલોમીટર અને બીજા દિવસે 90 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.

આ ઉપરાંત હજી સુધીમાં હવામાન વિભાગ દ્વારા એવું જણાવવામાં નથી આવ્યું કે ચક્રવાતની સ્થિતિ વાવાઝોડામાં ફેરવાઈ તો તે કેટલું જોખમી બની શકે છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડીની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.