અશોકભાઈ પટેલની મોટી આગાહી: આ તારીખે ગુજરાતમાં થશે માવઠું, થઈ જાવ સાવધાન

મિત્રો આપણે જાણીએ છીએ કે રાજ્યમાં શિયાળાની શરૂઆત થઇ ચૂકી છે અને ધીરે-ધીરે ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ખેડૂતો પણ હવે પોતાના તૈયાર થયેલા પાકોને વેચી રહ્યા છે અને નવું વાવેતર પણ કરી રહ્યા છે.

આ સમયગાળામાં હવામાન ફરીથી ફેરફાર થવાનો છે જેને લઇને જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલે આગાહી કરી છે.

ઉત્તર આંદામાન સમુદ્ર અને બંગાળની ખાડીને અડીને એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે. આ અપર એર સાઈક્લોનિક સર્ક્યુલેશન સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિલોમીટર સુધી વિસ્તરીત છે.

આગામી 48 કલાક દરમિયાન તે પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે અને ત્યાર પછી તે 18મી નવેમ્બરની આસપાસ દક્ષિણ આંધ્ર પ્રદેશ અને ઉત્તર તમિલનાડુના દરિયાકાંઠા તરફ આગળ વધવાનું ચાલું રાખે તેવી શક્યતા છે.

અપર એર સાયક્લોનિક સરક્યુલેશન પૂર્વ મધ્ય અને  તેની નજીકના દક્ષીણ પૂર્વ અરબી સમુદ્ર પર છે જે કર્ણાટકના દરિયાકાંઠાથી સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિલોમીટર સુધી વિસ્તરિત છે.

આ સર્ક્યુલેશનના પ્રભાવ હેઠળ આગામી 24 કલાક દરમિયાન ગોવા/દક્ષિણ મહારાષ્ટ્રનાં દરિયાકાંઠે પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર માં લો પ્રેસર સર્જાય તેવી શક્યતા છે.

આ ઉપરાંત 18મી નવેમ્બર 2021 થી ઉત્તર-પશ્ચિમ ભારતને તાજા પશ્ચિમી વિક્ષેપની અસર થવાની સંભાવના છે.

અશોકભાઈ પટેલ દ્વારા સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં આગાહી કરવામાં આવી છે. તેમની આગાહી પ્રમાણે 15 નવેમ્બરથી 22 નવેમ્બરના ગાળામાં મોટાભાગનાં દિવસો દરમિયાન પવન મોટાભાગે પૂર્વ અથવા ઉત્તર પૂર્વ તરફથી રહેશે.

આગાહીના સમયગાળાના અમુક દિવસો દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે.

18 અને 19 નવેમ્બરની આસપાસ મહત્તમ તાપમાનમાં ઘટાડો થવાની ધારણા છે. આગાહીના સમયગાળાના અમુક દિવસોમાં લઘુતમ તાપમાન વધી શકે છે.

અશોકભાઈ પટેલના જણાવ્યા પ્રમાણે સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં 17 થી 20 નવેમ્બર દરમિયાન માવઠું થવાની શક્યતા છે.

આ સમયગાળા દરમિયાન છુટાછવાયા ઝાપટા અથવા હળવો વરસાદ તો ક્યાંક મહત્તમ વરસાદની પણ શક્યતા છે.

18 અને 19 તારીખે ભેજ પણ વધશે, અવારનવાર વાદળો દેખાશે એટલે કે ન્યુનતમ તાપમાન વધશે છતાં મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે.

મિત્રો આવી રીતે હવામાન વિભાગની આ માવઠાની આગાહીને કારણે ખાસ કરીને ખેડૂતોમાં ચિંતાનો માહોલ પ્રસરી ગયો છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદની આગાહીએ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.