વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલની આગાહી : આ તારીખોમાં પડશે માવઠું, ખેડૂત મિત્રો ખાસ જુઓ

હાલમાં શિયાળો પુરજોશમાં ચાલી રહ્યો છે ત્યારે ફરીથી સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાતની અંદર હવામાનમાં પલટો આવે અને માવઠાનું સંકટ સર્જાય તેવી આગાહી કરવામાં આવી છે.

ગુજરાતના જાણીતા વેધર એનાલિસ્ટ અશોક ભાઈ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 5 થી 8 જાન્યુઆરી દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં છૂટો છવાયો હળવો વરસાદ થવાની શક્યતા છે.

આગાહી પ્રમાણે આવતા ચાર દિવસમાં બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રીય થશે.

પહેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તારીખ 4 ના રોજ અને બીજું તારીખ 7મી એ સર્જાવાની શક્યતા છે.

આ બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને દક્ષિણ ભારતના ભાગોમાં અસર જોવા મળશે.

અને આ દરમિયાન પવનની દિશા પણ સતત બદલાતી રહેશે અને ઘણી જગ્યાએ પવનની ગતિ નોર્મલ કરતાં વધારે રહેશે.

આ ઉપરાંત 5 થી 8 જાન્યુઆરી દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં આ ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે.

અને તેના કારણે છુટો-છવાયો વરસાદ ઝાપટા અને હળવો વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત તેઓએ જણાવ્યું છે કે 4 થી 10 જાન્યુઆરી દરમિયાન વાતાવરણમાં અચાનક પલટો આવી જશે જેમાં 5 તારીખ સુધી મહત્તમ તાપમાન નોર્મલ કે તેનાથી વધુ રહેશે.

પરંતુ ત્યારબાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતાંની સાથે જ તાપમાન નીચું આવી જશે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થશે ત્યારે દિવસે પણ ટાઢોડું જોવા મળશે.

ગુજરાતના જાણીતા વેધર એનાલિસ્ટ અશોક ભાઈ પટેલ દ્વારા જે આગાહી છે તે પ્રમાણે ચાર દિવસમાં બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રીય થશે.

જેની મુખ્ય અસર ઉત્તર ભારતમાં અને સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાતમાં પણ અનેક ભાગોમાં જોવા મળશે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડીની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.