અષાઢી બીજ નજીક આવતા આ વિસ્તારોમાં પડશે કડાકા-ભડાકા સાથે અતિભારે વરસાદ

મિત્રો ગુજરાતમાં ચોમાસુ જામી ગયું છે ત્યારે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, દિવ, આણંદ, ખેડા, પંચમહાલ, કચ્છ વગેરે જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે 30 જૂનના રોજ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના દ્વારકા, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલ, ખેડા, આણંદ, મહિસાગર, દાહોદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

આપણે જાણીએ છીએ કે છેલ્લા ઘણા દિવસથી સમગ્ર ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને વરસાદી માહોલ જામ્યો છે.

આ ઉપરાંત મિત્રો ગુજરાતના દરિયામાં પણ કરંટ જોવા મળી રહ્યો છે જેને કારણે ગુજરાતના તમામ બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યુ છે.

આ ઉપરાંત અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે જેને કારણે દરિયામાં મોટા મોટા ઉંચા મોજા ઉછળી રહ્યા છે અને જેને લઇને માછીમારોને પણ દરિયો ન ખેડવાની ચેતવણી આપી છે.

ગુજરાત હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં 40 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ ઉપરાંત મિત્રો વલસાડનો તીથલ દરિયો પણ ગાન્ડોતુર બન્યો છે અને મોટા મોજા ઉછળી રહ્યા છે ત્યારે કલેકટર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત સહેલાણીઓ દરિયાની નજીક ના જાય તેના માટે પોલીસ તહેનાત કરવામાં આવી છે.

મિત્રો હમણાં થોડા દિવસોમાં જ અષાઢી બીજ આવી રહી છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બીજ ઉપર સારામાં સારો વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા પણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે આવનારા સમયની અંદર વાવણીલાયક વરસાદ થશે અને વાવણી લાયક વરસાદથી જેટલા વિસ્તારો બાકી છે તેમાં પણ સારામાં સારો વરસાદ પડશે.

આ ઉપરાંત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર 30મી તારીખ સુધીમાં વાવણીલાયક વરસાદ થઇ શકે છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડી/વાવાઝોડાની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.