હવામાન વિભાગે આપ્યું હાઇએલર્ટ : વાવાઝોડું બન્યું વધારે ભયંકર

મિત્રો હવામાન વિભાગની આગાહી પ્રમાણે બંગાળની ખાડીમાં ઉત્પન્ન થયેલું ચક્રવાત વધારે તીવ્ર બન્યું છે.

ટાપુ તરફ પહેલું ચક્રવાતી વાવાઝોડાની ઝડપી પ્રગતિને ધ્યાનમાં રાખીને આંતર દ્વીપ જહાજ સેવા ઉપરાંત ચેન્નાઈ અને વિશાખાપટ્ટનમ સહિતના અન્ય વિસ્તારોમાં જહાજ સેવા બંધ કરી દેવામાં આવી છે અને માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દેવામાં આવી છે.

આ ઉપરાંત 150 એનડીઆરએફની ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે અને સાવચેતીના પગલા તરીકે છ રાહત શિબીરો પણ સ્થાપિત કરવામાં આવી છે.

ડિઝાસ્ટર મેનેજમેન્ટના સેક્રેટરીએ જણાવ્યું હતું કે હું લોકોને અપીલ કરું છું કે ગભરાશો નહીં કારણ કે વહીવટીતંત્ર તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ પ્રકારના પગલાં લઇ રહ્યું છે.

પોર્ટબ્લેર માં કુલ 68 એનડીઆરએફ ના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે જ્યારે 25-25 જવાનોને અન્ય સંભવિત વિસ્તારોમાં તૈનાત કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત પોર્ટબ્લેરની સાથે સાથે ઉત્તર અને મધ્ય અને દક્ષિણ આંદામાન જિલ્લામાં ભારે વરસાદની સાથે જોરદાર પવન ફૂંકાઇ રહ્યો છે જેથી દરિયાકાંઠાના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે.

આઈએમડીના જણાવ્યા પ્રમાણે દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી અને નજીકના દક્ષિણ આંદામાન સમુદ્ર પર દબાણ આજે લગભગ નિકોબાર દ્વીપસમૂહથી 110 કિલોમીટર ઉત્તર અને ઉત્તર પશ્ચિમમાં કેન્દ્રિત હતું.

આ લઘુતમ દબાણનું ક્ષેત્ર ચક્રવાતી તોફાનમાં ફેરવાય તેવી પૂરેપૂરી શક્યતા છે.

હવામાન વિભાગ પ્રમાણે ચક્રવાતી તોફાન બાંગ્લાદેશ અને મ્યાનમારના દરિયાકાંઠા તરફ આગળ વધી શકે તેવી શક્યતા જોવા મળી રહી છે.

ડિરેકટોરેટ ઓફ શીપીંગ સર્વિસ દ્વારા આગામી 22 માર્ચ સુધી તમામ આંતર ટાપુ સેવાઓને રદ કરવાનો આદેશ આપ્યો છે.

આ ઉપરાંત ચક્રવાતી તોફાન ને કારણે આ વિસ્તારની તમામ શાળાઓ કોલેજોને પણ બંધ કરી દેવામાં આવી છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડીની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.