રામાયણના રાવણ અરવિંદ ત્રિવેદીનું નિધન, ઘણા સમયથી હતા બીમાર

મિત્રો અરવિંદ ત્રિવેદી છેલ્લા કેટલાક વર્ષોથી સતત બીમાર હતા છેલ્લા ત્રણ વર્ષથી તેમની તબિયત વધારે ખરાબ થવા લાગી હતી અને બેથી ત્રણ વખત હોસ્પિટલમાં દાખલ થવું પડયું હતું.

પાંચ ઓક્ટોબરે રાત્રે 9:30 કલાકે હૃદય રોગના હુમલાથી મૃત્યુ થયું હતું અને તેમના અંતિમ સંસ્કાર 6 ઓક્ટોબરે કાંદિવલીના દહાનુકરવાડી સ્મશાનગૃહમાં કરવામાં આવશે.

૧૯૮૭માં દૂરદર્શન ઉપર પ્રસારીત થતી રામાનંદ સાગરની ખૂબ જ લોકપ્રિય એવી રામાયણ સીરીયલ માં રાવણ નો રોલ કરનાર અભિનેતા અરવિંદ ત્રિવેદી નું હૃદય રોગના હુમલાથી મોત થયું હતું.

રામાયણમાં રાવણ નું પાત્ર ભજવીને તે અમર થઈ ચૂક્યા છે. મિત્રો જ્યારે પણ રાવણ નું નામ સાંભળવામાં આવે છે ત્યારે હંમેશને માટે અરવિંદ ત્રિવેદી નો ચહેરો સામે આવી જાય છે.

વર્ષો જૂની પૌરાણિક રામાયણ સીરીયલ માં રાવણનું પાત્ર ભજવીને તેઓ લોકોના હૃદયમાં કાયમને માટે  બિરાજમાન થઈ ચૂક્યા હતા.

રામાયણ પછી તેમણે વિક્રમ અને વેતાળ અને બીજીઘણી બધી હિન્દી ફિલ્મો અને સિરિયલોમાં કામ કર્યું છે તેમણે લગભગ 300થી વધારે હિન્દી અને ગુજરાતી  ફિલ્મોની અંદર કામ કર્યું છે.

રામાયણમાં રાવણનું પાત્ર ભજવીને સફળતા મળ્યા બાદ અરવિંદ ત્રિવેદીને ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણી માટે ટિકિટ આપવામાં આવી હતી તેમણે ગુજરાતના સાબરકાંઠા થી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી હતી અને તેમને ભવ્ય સફળતા પણ મળી હતી તેઓ ૧૯૯૧ થી લઈને ૧૯૯૬ સુધી લોકસભા સાંસદ હતા.

અરવિંદ ત્રિવેદી અને ઉપેન્દ્ર ત્રિવેદી બંને ભાઇઓ પણ ગુજરાતી રંગભૂમિ અને સિનેમાના જાણીતા અભિનેતા હતા અને તેઓએ એકબીજા સાથે ઘણી બધી ફિલ્મોમાં અભિનય કર્યો છે.

આપણે સૌ ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે તે લંકેશ રાવણ અરવિંદ ત્રિવેદીની આત્માને શાંતિ આપે. ઓમ શાંતિ.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલ તમામ આર્ટીકલ રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે.

આ તમામ આર્ટિકલની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે અઠેગઠે (athegathe) વેબસાઈટ કે પેજની રહેશે નહીં