અરવિંદ કેજરીવાલની મોટી જાહેરાત : 18 વર્ષથી વધુ વયની દરેક સ્ત્રીને મળશે દર મહિને એક હજાર રૂપિયા

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોગામાં મહિલાઓ માટે એક મોટી જાહેરાત કરે છે.

આપણે જાણીએ છીએ કે થોડા સમય પછી પંજાબમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે અને આ વિધાનસભાની ચૂંટણી આમ આદમી પાર્ટી પણ લડી રહી છે.

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે મોગામાં જનસભાને સંબોધિત કરતા મહિલાઓ માટે મોટી જાહેરાત કરી છે.

જનસભાને સંબોધિત કરતા અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે જો પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર રચાશે તો 18 વર્ષથી વધુ વયની દરેક સ્ત્રીને દર મહિને એક હજાર રૂપિયા આપવામાં આવશે.

તેમણે કહ્યું કે આ દુનિયાનો સૌથી મોટો મહિલા સશક્તિકરણનો કાર્યક્રમ હશે.

અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે જો પરિવારમાં દીકરી, વહુ, સાસુ હશે તો દરેકના ખાતામાં 1000 રૂપિયા મોકલવામાં આવશે.

એટલે કે ઘરમાં જેટલી પણ મહિલાઓ હશે કે જેની ઉંમર 18 વર્ષથી વધુ છે તેના ખાતામાં દર મહિને 1000 રૂપિયા આપવામાં આવશે.

સંબોધનમાં કેજરીવાલે એમ પણ જણાવ્યું કે પંજાબમાં નકલી કેજરીવાલ ઘૂમી રહ્યા છે.

હું જે વાયદા કરું છું તે પૂરા કરીને બતાવું છું અને આખા દેશમાં ફક્ત એક આદમી તમારા વીજળી બિલને શૂન્ય પર લાવી શકે છે એટલા માટે નકલી કેજરીવાલથી સાવધાન રહેવું.

આ ઉપરાંત તેમણે જણાવ્યું કે આરોગ્ય સેવા પણ અહીંની ખૂબ જ નબળી છે.

તેમણે કહ્યું કે મહોલ્લા ક્લિનિક બનાવવા માટે 20 લાખ રૂપિયા લાગે છે અને તેના માટે માત્ર 10 દિવસનો સમય લાગે છે.

તો આ પ્રકારના ક્લિનિક નકલી કેજરીવાલ કેમ ન બનાવી શકે? કેમકે તે ફક્ત અસલી કેજરીવાલ જ કરી શકે છે.

અરવિંદ કેજરીવાલે દીકરીઓના શિક્ષણ માટે પણ મહત્વનું નિવેદન આપ્યું કે દીકરીઓ કોલેજમાં જઈ શકતી નથી પણ હવે જઈ શકે છે, દીકરીઓ હવે નવા શૂટ ખરીદી શકશે એમ તેમણે કહ્યું હતું.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.