અમરેલીમાં માતાએ તેની બે પુત્રીઓ સાથે કેરોસીન છાંટી કર્યું અગ્નિસ્નાન, આ કારણે વીખાયો માળો

અમરેલીમાં એક દુઃખદ ઘટના બની છે જેમાં એક પરિવારનો માળો વીંખાઈ ગયો છે કેમકે બેડરૂમમાં માતાએ તેની બે દીકરીઓને કેરોસીન છાંટી અને પોતે પણ કેરોસીન છાંટી એક સાથે ત્રણેયે અગ્નિસ્નાન કર્યું હતું.

આગ એટલી વિકરાળ હતી કે આખું ઘર સળગી ઉઠ્યું હતું.

અમરેલીના ચલાળામાં હરિધામ સોસાયટીમાં રહેતા આ પરિવારે સજોડે આપઘાત કર્યો હતો.

સૌપ્રથમ બધાને એવું લાગ્યું કે ઘરમાં આગ લાગી હોવાથી ઘરના સભ્યોના મોત થયા છે પરંતુ પોલીસ તપાસ અને ગ્રામજનોના જણાવ્યા અનુસાર આ ઘટના આગની નહીં પરંતુ આપઘાતની સામે આવી.

ઘરમાં કંકાસ ઝઘડાને કારણે મહિલાએ આ પગલું ભર્યુ હોવાનું સામે આવ્યું છે.

આપઘાતની આ ઘટનામાં મહિલા સાથે 14 વર્ષની અને એક 3 માસની દીકરીનો સમાવેશ થાય છે. પોલીસે આત્મહત્યાનો કેસ નોંધી વધુ તપાસહાથ ધરી છે.

જ્યારે આગ લગાવવામાં આવી ત્યારે તેમની ચીસો સાંભળીને સમગ્ર ગામ એકઠું થઇ ગયું હતું અને પોતાની રીતે આગ બુઝાવવા માટે પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો.

જોકે થોડા સમયમાં આગ કાબૂમાં આવી ગઈ પરંતુ અંદર રહેલા માતા અને બે પુત્રીઓને ગામલોકો બચાવી શક્યા નહીં.

આગનું રુપ એટલું બધું ભયાનક હતું કે તેને જોતા જ ફાયર ટીમને કોલ કરી દેવામાં આવ્યો હતો અને પોલીસને પણ જાણ કરવામાં આવી હતી.

ઘટનાસ્થળે ફાયર ટીમ આવ્યા બાદ ત્રણેય મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા અને પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે ઘરમાં કેરોસીન છાંટયુ હોવાથી ધડાકો થયો હતો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.