હવામાન વિભાગની ભયંકર આગાહી : લો પ્રેશરનાં કારણે આ વિસ્તારમાં પડશે ભારે વરસાદ

  • હવામાન વિભાગની મોટી આગાહી
  • અરબી સમુદ્રમાં સર્જાયું લો-પ્રેશર
  • આગામી 2-3 દિવસ વાતાવરણમાં આવશે ભયંકર બદલાવ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી બે-ત્રણ દિવસ દરમિયાન તમિલનાડુ અને દક્ષિણ આંધ્રપ્રદેશના વિસ્તારોમાં સ્થિતિ ખૂબ જ ખરાબ રહેશે.

પવનની ઝડપ 40-50 કિલોમીટર પ્રતિકલાકની રહી શકે છે. આ ઉપરાંત અમુક વિસ્તારોમાં 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પણ થઈ શકે છે.

29 નવેમ્બરથી મહારાષ્ટ્ર દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવો વરસાદ શરૂ થઈ શકે છે જ્યારે 30 નવેમ્બર સુધીમાં સાંગલી, સતારા, કોલાપુર, સિંધુદુર્ગ, રત્નાગિરિ, મુંબઈ, પુણે, નાશિક અને જલગાવમાં વરસાદ થવાની શક્યતા જોવા મળી રહી છે.

આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી પ્રમાણે ૧લી ડિસેમ્બરના રોજ ગુજરાતના દક્ષિણ વિસ્તારમાં અને મધ્યપ્રદેશના પશ્ચિમ વિસ્તારમાં વરસાદ થવાની શક્યતા છે.

આ ઉપરાંત બીજી ડિસેમ્બરે પણ ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં થવાની શક્યતા છે.

ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના મોટાભાગના ભાગોમાં કમોસમી વરસાદ થશે.

ગુજરાત રાજ્યના હવામાન શાસ્ત્રીઅંબાલાલ પટેલની આગાહી પ્રમાણે બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ સર્જાય છે જેના કારણે ગુજરાત રાજ્યમાં આગામી 1 અને 2 ડિસેમ્બરે ભારે માવઠું થવાની શક્યતા છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદની આગાહીએ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.