અંબાલાલ પટેલની જોરદાર આગાહી : હવાને મુઠ્ઠીમાં ભરી વાદળના વરતારે કરી આગાહી, કરા સાથે થશે વરસાદ

મિત્રો રાજ્યમાં ફરી એકવાર વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર કરા સાથે વરસાદની આગાહી કરી છે.

તેમની આગાહી પ્રમાણે રાજ્યમાં વાદળો છવાયા છે સાથે 1 થી 3 ફેબ્રુઆરી દરમિયાન વરસાદની શક્યતા છે.

આ સમયગાળા દરમિયાન માત્ર માવઠું જ નહીં પરંતુ કરા સાથે વરસાદ થશે.

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે વાતાવરણમાં આવેલો આ ફેરફાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે છે અને આગામી 10 થી 17 ફેબ્રુઆરી દરમિયાન પણ ફરીથી હવામાનમાં પલટો આવશે.

આ ઉપરાંત તેમણે જણાવ્યું છે કે ફેબ્રુઆરીમાં ચાર-પાંચ દિવસને બાદ કરતા પલટો આવશે જેને લઇને ખેડૂતોને પણ સાવચેત કરવામાં આવ્યા છે.

ખેડૂતોને 1 થી 3 ફેબ્રુઆરી અને બીજા સપ્તાહમાં મધ્ય ભાગમાં પોતાના ખેતરમાં રહેલા પાકની વિશેષ કાળજી રાખવી અને પોતાનો પાક બગડે નહીં તે માટે ખુલ્લી જગ્યામાં પાક પડ્યો હોય તો તેના અંગે પણ પૂરતી વ્યવસ્થા કરી લેવી જોઈએ.

આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં આગામી બે ત્રણ દિવસ બાદ ઠંડીમાં ઘટાડો જોવા મળશે અને તાપમાનમાં બે થી ચાર ડિગ્રીનો વધારો થશે.

આ ઉપરાંત પવનની દિશા બદલાતાં ઠંડીમાં આંશિક રાહત મળશે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડીની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.