અંબાલાલ પટેલની મોટી આગાહી : આ તારીખે માવઠાઓ ભુકકા બોલાવશે!!
મિત્રો થોડા દિવસ પહેલા જ અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદી માવઠા અને તોફાની પવન નીકળશે અને એ મુજબ જ ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતમાં માવઠાઓ અને પવને ભારે સ્વરૂપ દેખાડ્યું હતું.
ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ફરીથી માવઠાને લઈને આગાહી કરવામાં આવી છે.
તેમણે જણાવ્યું છે કે જાન્યુઆરી મહિનો શરૂ થતાં જ ફરીવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને માવઠાઓ વરસશે.
કડકડતી હાડ થીજવતી ઠંડી અને માવઠાનો માર લોકોએ સહન કરવો પડશે. તેમ જ માવઠાઓની વધારે અસર ગુજરાતના ઉત્તર તેમજ મધ્ય અને સૌરાષ્ટ્રમાં દેખાશે.
ઉપરાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગ્રહોનું રાશિ પરિવર્તન અને નક્ષત્રના નાડી યોગને કારણે પૃથ્વી તત્વ રાશિમાં પ્રવેશી ગઈ છે.
તેથી હવામાનમાં પલટો આવી જશે અને સવારે હાડ થીજાવતી ઠંડી તો બપોર બાદ વાદળો ખેંચાઇ આવશે અને ધડબડાટી બોલાવી દેશે.
જાન્યુઆરી મહિનાથી જ ઉત્તર ગુજરાતના પાટણ, ડીસા, અરવલ્લી, કડી તેમજ મહેસાણામાં માવઠા વરસવાનું શરૂ થઈ જશે તો બીજી બાજુ સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ થશે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં અસર શરૂ થઈ જશે તો બીજી તરફ અરબી સમુદ્ર અને બંગાળના સાગરમાં પણ હવાનું દબાણ ઊભું થાય અને માવઠાઓ સર્જાય તેવી સ્થિતિ પણ ઉત્પન્ન થઇ શકે છે.
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં અસરો શરૂ થઈ જશે અને 16 જાન્યુઆરીથી 18 જાન્યુઆરી દરમિયાન વધુ અસર દેખાશે.
આગાહીના કારણે ખેડૂત મિત્રો ચિંતામાં મુકાઈ ગયા છે.
આ વર્ષે અનિયમિત વરસાદ વાવાઝોડું વગેરે જેવી કુદરતી આફતોને કારણે ખેડૂતોને ખૂબ જ નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે અને પાકમાં પણ ખૂબ જ નિષ્ફળતા નીવડી છે.
આપણે આશા રાખીએ કે માવઠાઓ ન આવે અને ખેતીમાં કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય.
નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડીની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.
હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.