આ વિસ્તારોમાં પડશે તોફાની માવઠા, ચાર દિવસ ગુજરાત માટે ખૂબ જ ભારે

મિત્રો આપણે જાણીએ છીએ કે ચોમાસાએ સત્તાવાર રીતે વિદાય લઈ લીધી છે અને શિયાળો બેસી ગયો છે અને ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ફરીથી એકવાર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માવઠાની આગાહી કરી છે જે મુજબ ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદી માવઠા થવાના છે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું કે ગુજરાતમાં આગામી ચાર દિવસ બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં રહેલા ભેજને કારણે પશ્ચિમી વિક્ષેપની અસર જોવા મળશે.

જેના કારણે દક્ષિણ ગુજરાત, મહારાષ્ટ્ર અને તેલંગાણાના દરિયા કિનારાના હવામાનમાં અચાનક પલટો પણ આવશે.

16 નવેમ્બરથી બંગાળના ઉપસાગરમાં ઉત્પન્ન થયેલ હળવા દબાણને કારણે 17 તારીખ થી 20 તારીખ સુધી ગુજરાતના અમુક વિસ્તારોમાં તોફાની માવઠાઓ આવશે તેની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાતના પંચમહાલ, સાબરકાંઠા, આણંદ, હિંમતનગર, ભરૂચ, નડિયાદ, અમદાવાદ, વડોદરા, ગાંધીનગર વિસ્તારોના વાતાવરણમાં પલટો જોવા મળશે.

અંબાલાલ પટેલે જણાવ્યું કે આ માવઠા વીજળીના કડાકા અને ભડાકા સાથે પણ આવી શકે તેવી શક્યતા છે.

આ ઉપરાંત ગ્રહો પ્રચંડ નાડીમાં પ્રવેશ્યા છે જેના કારણે 18 તારીખથી લઇને 21 તારીખ સુધી માવઠાનો કહેર યથાવત રહેશે.

અંબાલાલ પટેલે ઠંડીની પણ આગાહી કરી છે કે ડિસેમ્બર મહિનાની શરૂઆતથી જ બંગાળના ઉપસાગરમાં હવાના હળવા દબાણ ઉત્પન્ન થશે જેને કારણે ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં ભારે વરસાદ થશે અને આ હિમવર્ષાને કારણે સમગ્ર દેશમાં ઠંડીનું મોજુ ફરી વળશે.

આપણે જાણીએ છીએ કે આ વર્ષે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને ચોમાસાની સિઝનમાં પડેલા અતિભારે વરસાદને કારણે પાક ધોવાણ થયું હતું અને પાક બગડી પણ ગયો હતો ત્યારે ભગવાન પાસે આપણે પ્રાર્થના કરીએ કે ફરીથી આવા કોઈ પ્રકારના માવઠા ના આવે જેથી કરીને ખેડૂતોને નુકસાન થાય.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદની આગાહીએ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.