અંબાલાલ પટેલની આગાહી : રોહિણી નક્ષત્રમાં આંધી, તોફાન અને વાવાઝોડું !! લખી લેજો આ તારીખ

મિત્રો આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં હાલમાં કાળઝાળ ગરમી પડી રહી છે.

ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે રોહિણી નક્ષત્રમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત આંધી, વંટોળ સાથે વરસાદની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

4 જૂન સુધી હવાનું હળવું દબાણ ઉત્પન્ન થશે જેને કારણે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડશે.

અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 4 જૂન સુધીમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી જશે અને ચોમાસા પહેલા રાજ્યમાં હળવો ચક્રવાત આવશે.

આ ઉપરાંત ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં 15 જૂન પહેલા પણ હળવો વરસાદ પડશે અને સૌરાષ્ટ્રના દરિયાકિનારે પણ વરસાદ આવે તે પહેલા ચક્રવાત આવશે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં ચોમાસુ 10 જૂન પછી દસ્તક દેશે.

હાલમાં ચોમાસુ આંદામાન-નિકોબાર સુધી પહોંચી જેને કારણે કેરળમાં પણ આ વર્ષે ચોમાસુ વહેલું આવી જશે.

કેરળમાં દર વર્ષની કરતા પાંચ દિવસ વહેલું ચોમાસું આવશે. 27મી મેના રોજ ચોમાસુ કેરળ પહોંચી જશે તેવી પ્રબળ શક્યતા રહેલી છે.

આપણે જાણીએ છીએ કે ચોમાસાની શરૂઆત સત્તાવાર રીતે કેરળમાં મેઘરાજાના આગમન સાથે થતી હોય છે ત્યારે આ વર્ષે પાંચ દિવસ વહેલું ચોમાસુ બેસી જવાની પૂરેપૂરી શક્યતા છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાત રાજ્યમાં ચોમાસું 15 જૂનની આજુબાજુ પહોંચી શકે છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડી/વાવાઝોડાની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.