આ વર્ષે ફરી જાગીને અંબાલાલ પટેલે કરી આગાહી : ભીમ અગિયારસ ઉપર થશે વાવણીલાયક વરસાદ?

મિત્રો ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે નૈઋત્યનું ચોમાસુ આગળ વધ્યું છે જેમાં ખાસ કરીને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીના થોડા ભાગો તેમજ ઉત્તર પૂર્વ મધ્ય બંગાળની ખાડીમાં મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ વગેરે જેવા રાજ્યના ઘણા ભાગોમાં ચોમાસુ આગળ વધ્યું છે.

અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યમાં 15 જૂન બાદ વરસાદ આવવાની શક્યતા છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે વાતાવરણમાં સતત પલટાને જોવા મળશે. આ ઉપરાંત ગુજરાતના સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી ચાલુ રહે છે.

અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે જૂન મહિનાથી લઈને સપ્ટેમ્બર મહિનાની વચ્ચે 99 ટકા વરસાદ થવાની શક્યતા છે.

જૂન મહિનાના બીજા અઠવાડિયાથી એટલે કે 15 જૂનની આજુબાજુ ચોમાસુ ગુજરાતમાં બેસતું હોય છે પરંતુ આ વર્ષે 4 થી 5 દિવસ ચોમાસું વહેલું બેસી તેવી શક્યતા છે.

ભીમ અગિયારસના દિવસે દક્ષિણ ગુજરાતના ભાગોમાં pre-monsoon એક્ટિવિટીનો વરસાદ પડે તેવી સંભાવના સેવાઈ રહી છે.

જો કે આખા ગુજરાતમાં ભીમ અગિયારસના દિવસે વાવણીલાયક વરસાદ થાય તેવા કોઈ પ્રબળ પરિબળો દેખાતા નથી.

આ ઉપરાંત અંબાલાલ પટેલ વધુમાં જણાવી રહ્યા છે કે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં આ વર્ષે 40 થી 45 ઈંચ અથવા તેનાથી વધુ વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં 30 થી 32 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે.

15 જૂન આજુબાજુ ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશેઅને ત્યાર બાદ વાવણી લાયક વરસાદ પડે તેવી સારી શક્યતાઓ જણાઈ રહી છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડી/વાવાઝોડાની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.