આદ્રા નક્ષત્રમાં વરસાદ ભુક્કા કાઢશે : અંબાલાલ પટેલની મોટી આગાહી

મિત્રો આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં ચોમાસું બેસી ગયું છે અને મૃગશીર્ષ નક્ષત્ર પૂર્ણ થવા જઈ રહ્યું છે અને હવે આદ્રા નક્ષત્રની શરૂઆત થશે.

મિત્રો અંબાલાલ પટેલે ખેડૂતો માટે એક સારા સમાચાર આપ્યા છે અને તેમણે કહ્યું છે કે આ વર્ષ ખૂબ જ સારું રહેશે. ઉપરાંત 22 તારીખથી આદ્રા નક્ષત્ર બેસી રહ્યું છે અને આ નક્ષત્રમાં વાવણી લાયક વરસાદની શક્યતા છે.

આપણે જાણીએ છીએ કે મૃગશીર્ષ નક્ષત્રમાં સારો વરસાદ અને સારો પવન ફૂંકાયો હતો જેને કારણે આદ્રા નક્ષત્રમાં પણ રાજ્યના વિવિધ વિસ્તારોમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે.

મિત્રો આદ્રા નક્ષત્રની શરૂઆત 22 જૂનથી થાય છે અને તેનું વાહન ઘેટું છે. આદ્રા નક્ષત્રમાં 26 અને 27 તારીખમાં રાજ્યના અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આદ્રા નક્ષત્રમાં ખાસ કરીને ગુજરાતના તમામ જિલ્લાઓમાં અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ ઉપરાંત અંબાલાલ પટેલ જણાવ્યું છે કે જુલાઈ મહિના દરમિયાન રાજ્યના વિસ્તારોમાં સારા વરસાદની શક્યતા છે, કેટલાક વિસ્તારોમાં 12 ઇંચ સુધી પણ વરસાદ થઇ શકે છે.

આ ઉપરાંત ઓગસ્ટ મહિનાની શરૂઆતના દિવસોમાં સારો વરસાદ થશે પરંતુ ઓગસ્ટ મહિનાના પાછોતરા દિવસોમાં ખાસ કરીને 20 ઓગસ્ટ પછી વરસાદનું પ્રમાણ ઓછું થઈ જશે.

સપ્ટેમ્બર મહિનાની વાત કરીએ તો શરૂઆતમાં સારો વરસાદ રહેશે પરંતુ સપ્ટેમ્બર મહિનાના છેલ્લા સપ્તાહમાં ગુજરાતના વિસ્તારોમાં છૂટા છવાયા વિસ્તારમાં વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અરબી સમુદ્રમાં એક સાઈકલોનિક સરકયુલેશન સર્જાયું છે જેને કારણે ગુજરાતમાં વધુ વરસાદ આવે તેવી પણ સંભાવના છે.

આ સિસ્ટમને કારણે આગામી દિવસોમાં રાજ્યના દક્ષિણ ભાગમાં અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડી/વાવાઝોડાની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.