મોટી આગાહી / અંબાલાલ પટેલની આ વાતને અત્યારે જ ગાંઠે બાંધજો નહિતર પાક પતી જશે!

મિત્રો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે એક વાર ફરી મોટી આગાહી કરી છે.

તેમની આગાહી પ્રમાણે ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર મોટો પલટો આવવાની સંભાવના જોવા મળી રહી છે.

અંબાલાલ પટેલે કહ્યું કે આગામી 20,21,22 જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે.

આ સાથે જ ઠંડીનો ચમકારો પણ અનુભવાય તેવી પૂરેપૂરી સંભાવના છે.

આ દરમિયાન વિષમ હવામાનની વિપરીત અસરને કારણે ઘણી જગ્યાએ માવઠું થવાની પણ સંભાવનાને નકારી શકાય તેમ નથી.

જેને કારણે જીરું, શાકભાજીના પાકોમાં નુકસાન થવાની શક્યતા જોવા મળી રહી છે.

ઉભા કૃષિ પાકોમાં પાક સંરક્ષણના પગલા લેવાની સલાહ પણ ગુજરાતના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આપી છે.

આ ઉપરાંત કપાસ અને દિવેલાના પાકોમાં ખાખરી આવી જવાની શક્યતા છે અને કેટલાક પાકો કુક્ડાઈ જવાની પણ શક્યતા જોવા મળી રહી છે.

મરચાં જેવા પાકમાં કોકડવા આવશે અને પહોળા પાનવાળા પાકમાં હીમની અસર થવાની શક્યતા જોવા મળી રહી છે.

જાન્યુઆરી મહિનાના અંતમાં એટલે કે છેલ્લા અઠવાડિયામાં અને ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં હિમ પ્રપાતની પણ સંભાવનાઓ છે.

જેને લઇને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ખેડૂતોને આ સમયે પિયત આપવું સારૂં રહેશે તેમ જણાવ્યું છે.

હમણાં આગામી બે દિવસમાં ઠંડીના જોરમાં પણ ઘટાડો જોવા મળશે.

પરંતુ 20 થી લઈને 25 જાન્યુઆરી દરમિયાન દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશના ભાગ સુધી ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડશે અને સાથે કરા પણ પડશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આ ઉપરાંત અંબાલાલ પટેલ જણાવ્યું છે કે ગુજરાતનું હવામાન પલટી શકે તેમ છે અને હાલમાં થતાં વાદળોના લીધે શિયાળું હવામાન ઉપરથી આગામી ચોમાસાનો અંદાજ લગાવતા આગામી ચોમાસુ સારૂ રહેવાની શક્યતા જોવા મળી રહી છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડીની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.