અંબાલાલ પટેલની ભયંકર આગાહી, આઠથી દસ ઇંચ વરસાદ : ગુજરાતમાં ભુક્કા બોલાવશે

મિત્રો બંગાળની ખાડીમાં સર્જાયેલા ગુલાબ વાવાઝોડાને કારણે ઓરિસ્સા અને બંગાળમાં હાલમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને તેની અસર સમગ્ર દેશમાં જોવા મળી રહી છે.

આ ગુલાબ વાવાઝોડું હવે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે ત્યારે ગુજરાતમાં તોફાની વરસાદ પડશે અને સમુદ્રમાં ઉંચા મોજાઓ ઉછળશે તેવી આગાહી અંબાલાલ પટેલ કરી છે.

મિત્રો આપણે જાણીએ છીએ કે ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે.

આ દરમિયાન ગુજરાતના પ્રખ્યાત હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આ તો હજી શરૂઆત છે હાથીયો નક્ષત્ર આવે ત્યારે સુંઢ ના હલાવે તો પૂછડું પછાડે એટલે કે આ નક્ષત્રની શરૂઆતમાં જ જોરદાર વરસાદ પડી રહ્યો છે તો હજુ આ નક્ષત્ર પૂર્ણ થશે ત્યા સુધીમાં ભારે વરસાદ પડશે.

સપ્ટેમ્બર 28 અને 29 દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે જેમાં દક્ષિણ ગુજરાતમાં 8 ઇંચ થી લઈને 10 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે. આ ઉપરાંત મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શક્યતા છે અને ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને બનાસકાંઠા, પાટણ, મહેસાણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની શક્યતા છે. 28, 29, 30 સપ્ટેમ્બર અને 1લી ઓક્ટોબર સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી લઈને ભારે વરસાદની શક્યતા છે.

અંબાલાલ પટેલની આગાહી અનુસાર ભાદરવા મહિનામાં ભારે વરસાદનું મુખ્ય કારણ બંગાળની ખાડીમાં એક પછી એક ઉત્પન્ન થતા લો પ્રેસર છે. જોકે આ વરસાદને કારણે કૃષિ પાકો જેવા કે કપાસ, મગફળી, શેરડી, કઠોળ, ધાન્ય પાક જેવા પાકોને ભારે નુકસાન થવાની શક્યતા છે.

ચોમાસાના વિદાયની વાત કરીએ તો અંબાલાલ પટેલની આગાહી મુજબ ઓક્ટોબરના પ્રથમ સપ્તાહ બાદ ધીરે ધીરે ચોમાસુ વિદાય લેશે.

મિત્રો આપણા રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 82.4% વરસાદ વરસી ચૂક્યો છે જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્રમાં 93 ટકા અને કચ્છમાં 80 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં 83 ટકા અને મધ્ય ગુજરાતમાં 74 ટકા વરસાદ વરસી ચૂક્યો છે અને સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 67 ટકા વરસાદ વરસ્યો છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદની આગાહીએ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં. હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.