અંબાલાલ પટેલની નવી આગાહી / 22 જુલાઈથી વરસાદનો નવો રાઉન્ડ, ખેડૂતોના પાકને લઈને કરી ખાસ વાત

મિત્રો ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ફરીથી વરસાદ લઈને મોટી આગાહી કરવામાં આવી છે.

તેમણે જણાવ્યું છે કે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત 22 જુલાઈથી ફરીથી રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાનો છે.

22 થી 30 જુલાઈ સુધી ગુજરાત રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ પડી શકે છે અને 24 જુલાઈથી 26 જુલાઈ સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન અંબાલાલ પટેલે કહ્યું કે રાજ્યમાં સતત વરસાદ પડવાને કારણે કેટલાક જિલ્લાઓમાં ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે જેને લઇને ભુપેન્દ્ર પટેલ સરકાર એક્શનમાં આવી ગઈ છે.

સરકારે વધુ વરસાદથી અસરગ્રસ્ત જિલ્લામાં પાક નુકશાની સર્વે કરવાનો આદેશ આપ્યો છે અને રાજ્ય સરકારે જીલ્લા કૃષી અધિકારીઓને સર્વે રિપોર્ટ તૈયાર કરવાની પણ સૂચના આપી છે.

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં 22 તારીખ સુધી વરાપ નીકળશે અને ત્યાં સુધીમાં ગુજરાતના અમુક વિસ્તારોમાં હળવા હળવા ઝાપટા પડી શકે છે.

અંબાલાલ પટેલે પુષ્ય નક્ષત્રને લઈને આગાહી કરતા જણાવ્યું કે 20 તારીખ પછી સૂર્ય પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરે તે પહેલાં પુનર્વસુ નક્ષત્ર છે. ખેડૂતો વખ અને પખ તરીકે પણ તેને ઓળખે છે.

તેમણે જણાવ્યું છે કે હાલમાં પુનર્વસુ નક્ષત્ર શરૂ છે ત્યારે વરસાદનું પાણી ઉભા પાક માટે સારું નથી પરંતુ 20 તારીખ પછી પુષ્ય નક્ષત્રમાં એટલે કે પખમાં થતા વરસાદનું પાણી ઉભા પાક માટે ખૂબ જ સારું છે.

આ ઉપરાંત 2 ઓગસ્ટ પછી વરસાદનું પાણી ઉભા પાક માટે સારું નથી.

તેમણે જણાવ્યું છે કે 24 થી 26 તારીખ સુધીમાં દરિયાકિનારાના જેટલા પણ ભાગો છે તેના ઘણા ભાગોમાં ભારે પવન ફૂંકાય શકે છે અને સારો વરસાદ પડી શકે છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડી/વાવાઝોડાની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.