અંબાલાલ પટેલની મોટી આગાહી : આગામી ચાર દિવસ ગુજરાત ઉપર ભારે

મિત્રો આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને ધીરે-ધીરે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે અંબાલાલ પટેલ દ્વારા ચાર દિવસમાં માવઠાની આગાહી કરવામાં આવી છે.

તેમની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઉત્પન્ન થવાની શક્યતા છે.

ઉત્તર પર્વતીય વિસ્તારોમાં પશ્ચિમી વિક્ષેપની અસર થવાની સંભાવના રહેશે જેથી થોડા દિવસમાં તાપમાનમાં ઘટાડો થવાની પણ શક્યતા રહેશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે.

અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં રહેલા ભેજને કારણે દક્ષિણ ગુજરાતમાં તેની અસર જોવા મળશે અને દરિયા કિનારાના વિસ્તારોમાં પણ હવામાનમાં પલટો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આ ઉપરાંત આગામી 16 નવેમ્બરથી 20 નવેમ્બર સુધીમાં ગુજરાતના અમુક ભાગોમાં માવઠું થવાની પણ શક્યતા રહેલી છે તેમ અંબાલાલ પટેલે જણાવ્યું છે.

ગુજરાતના પંચમહાલ, અમદાવાદ, ગાંધીનગર અને ભરૂચ જેવા વિસ્તારોના વાતાવરણમાં પલટો આવતા હળવા ઝાપટા તેમજ કોઈક વિસ્તારમાં અષાઢી માહોલ સર્જાવાની શક્યતાઓ રહેલી છે.

આ ઉપરાંત ડિસેમ્બરની શરૂઆતથી જ ઠંડીનું જોર વધશે અને 22 ડિસેમ્બર પછી દેશના ઉત્તર પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા થશે તેવી આગાહી પણ કરવામાં આવી છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદની આગાહીએ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.