અંબાલાલ પટેલની મોટી આગાહી : કડકડતી ઠંડી બાદ હવે આ તારીખથી ગુજરાત પર ઘેરાતું માવઠાનું મોટું સંકટ, ખેડૂત ભાઈઓ ખાસ વાંચે!

ગુજરાતમાં હાલ શિયાળાની ઋતુ પૂરજોશમાં ચાલી રહી છે અને કડકડતી ઠંડીનો અહેસાસ લોકો કરી રહ્યા છે.

અતિશય ઠંડીને કારણે લોકો સ્વેટર,ધાબળા, કાનપટ્ટી અને તાપણાનો સહારો લઈ રહ્યા છે.

આટલી બધી ઠંડીમાં ફરીથી એક ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે કે 20 તારીખથી લઇને 30 તારીખ સુધી બર્ફીલા તોફાનની સાથે સાથે માવઠાઓ પણ થશે.

હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક દરમિયાન કચ્છમાં કોલ્ડવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

ઉત્તર ભારતમાં હિમાલયની પર્વતમાળા પરથી આવતા ઠંડા પવનોને કારણે ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે ઠંડી પડી રહી છે અને લોકો કામ વિના બહાર જવાનું પણ ટાળે છે.

ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ભારતના ઉત્તર પર્વત વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 22 તારીખથી આખા ગુજરાતમાં કડાકા-ભડાકા સાથે જોરદાર વરસાદ વરસશે જેને લઇને ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે.

અગાઉ અંબાલાલ પટેલ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી ત્યારે ગુજરાતમાં પાંચ દિવસ સુધી કમોસમી વરસાદ વરસ્યો હતો.

તેવી જ રીતે ફરીથી ગુજરાતમાં 22 તારીખથી 30 તારીખ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં પાટણ, મહેસાણા, બનાસકાંઠા તેમજ કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ ઉપરાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે હાલમાં જે વિસ્તારોમાં ઠંડી વધારે પડે છે એ વિસ્તારમાં પણ માવઠાની શક્યતા રહેલી છે.

આ ઉપરાંત સૌરાષ્ટ્રના જામનગર, જુનાગઢ, રાજકોટ જિલ્લામાં પણ માવઠાની શક્યતા રહેલી છે.

તો બીજી તરફ બંગાળના સાગરમાં હવાનું મધ્યમ દબાણ ઉત્પન્ન થવાની સાથે જ અરબ સાગર પરથી આવતા ભેજની મહત્તમ અસરને કારણે ગુજરાતના અનેક તાલુકાઓમાં માવઠાની આશંકાઓ સેવાઈ રહી છે.

અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 22 તારીખથી જ આકાશમાં ઠંડીના સૂકા વાતાવરણની જગ્યાએ કમોસમી વરસાદના કાળા ભમ્મર વાદળાં ખેંચાઈને આવી જશે જેને કારણે 24 તારીખની આજુબાજુ માવઠું થશે.

જો આ પ્રકારનું માવઠું થશે તો ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડશે.

પુષ્કળ ઠંડી અને કમોસમી વરસાદના પગલે ખેતીવાડીમાં ભારે નુકસાન થવાની શક્યતા સેવાઈ રહી છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડીની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.